SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્ત્વના પ્રાકૃત અભિલેખ ર૩૯ રાજાના રાજ્યકાલના ૧૪ માં વર્ષે બ. ત્યારે ત્યાં કઈ સળંગ સંવત પ્રચલિત નહોતો. લિપિના મરેડ પરથી આ લેખને સમય ઈ. પૂ. ૨ જી-૧ લી સદીને આંકવામાં આવ્યો છે. ૩૬ ભાગવત સંપ્રદાય એ સમયે વિદિશામાં આટલો પ્રચલિત હતો એ ઉલ્લેખ એ સંપ્રદાયના ઇતિહાસમાં મહત્ત્વનો નીવડ્યો છે. આ ગરુડધ્વજ યવન (ગ્રીક) જાતિના એક ભાગવતે (ભાગવત સંપ્રદાયના અનુયાયીએ) કરાવ્યો હતો એ પરથી ગ્રીક જેવા વિદેશીઓ ભારતમાં વસીને અહીંના આવા ધમ–સંપ્રદાય અંગીકાર કરતા હોવાનું જાણવા મળે છે. એ પ્રાચીન વિદેશી જાતિઓના ભારતીયીકરણ વિશે અહીં પ્રકાશ પડે છે. આ યવન ભાગવતનું નામ હેલિયોદોર (હેલિયોદોરસ) હતું. એના પિતાનું નામ દિય (દિન) હતું. એ તક્ષશિલાના યવન રાજા મહારાજ અંતલિકિત( અંતિલાલકિદાસ )ના દૂત(એલચી) તરીકે વિદિશાના રાજા ભાગભદ્ર પાસે આવેલો હતો. એ યવન (ગ્રીક) રાજા બાલિક દેશથી આવેલા ભારતીય–યવન રાજાઓના વંશનો હતો. પંજાબમાં સત્તારૂઢ થયેલા એ વિદેશી રાજવંશને ભારતનાં અન્ય રાજ્ય સાથે આવા રાજકીય સંબંધ હતા. અંતલિકિત “મહારાજ’ બિરુદ ધરાવતે; ભાગભદ્ર માત્ર “રાજા” કહેવાતો. ત્યારે ભારતીય રાજાઓને એવાં મેટાં બિરુદ ધરાવવાને શોખ નહોતો. મૌર્ય અશોક જેવો સમ્રાટ પણ પિતાને રાજા” તરીકે ઓળખાતો. “મહારાજ' “રાજાધિરાજ” અને “મહારાજાધિરાજ' જેવાં મહાબિરુદ ભારતમાં આ વિદેશી રાજવંશોએ પ્રચલિત કર્યા.૩૭ ભાગભદ્ર એ શુંગ વંશનો પાંચ રાજા ભદ્રક હોવો સંભવે છે.૩૮ ‘ગાતા” એ ખરી રીતે ગ્રીક બિરુદ Soter(તારણહાર)નું ભારતીય રૂપાંતર છે. આ બિરુદ ભારતીય રાજાઓ નહિ પણ ભારતીય-યવન રાજાઓ માટે પ્રયોજાતું. છતાં આ લેખમાં એ બિરુદ ભાગભદ્ર માટે પ્રયોજાયું છે તે પ્રાયઃ આ લેખનું લખાણ હેલિયોદોરે કે એના કેઈ ગ્રીક અધિકારીએ ઘડ્યું હોય તે કારણે હશે.૩૯ લેખના અંતે ત્રણ અમૃત–પદને લગતું સુભાષિત આપવામાં આવ્યું છે. દમ એટલે ઈન્દ્રિયદમન, ત્યાગ એટલે ભોગ-વિલાસનો ત્યાગ અને અપ્રમાદ એટલે પ્રમાદ(બેદરકારી, આળસ, નિક્રિયતા)નો અભાવ. આ ત્રણ સદ્ગણો અમૃત(અમરત્વ)નાં પદ (સ્થાન) છે ને સ્વર્ગે લઈ જાય છે. આ સુભાષિતને મળતું વિધાન મહાભારતમાં પણ આવે છે.૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy