SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખામાં પ્રજાયેલા સંવત (ચાલુ) ૧૯૯ સંવતનું પણ વર્ષ આપવામાં આવ્યું છેઃ (૧) કુમારપાલના સમયના માંગરોળ શિલાલેખમાંકર વિ. સં. ૧૨૦૦ સાથે સિં. સં. ૩૨, (૨) પ્રભાસ પાટણના શિલાલેખમાં ૪૩ વ. સં. ૮૫૦ (૮૫૫) સાથે સિં. સં. ૬૦, (૩) ભીમદેવ ૨ જાના તામ્રપત્રમાંક ૪ વિ. સં. ૧૨૬૬ સાથે સિ. સ. ૯૬, અને (૪) અજુનદેવના સમયના સેમનાથ પાટણના શિલાલેખમાં૪૫ હિ. સં. ૬૬૨, વિ. સં. ૧૩૨૦ અને વ. સં. ૯૪પ સાથે સિં. સ. ૧૫૧. સિંહ સંવતની મિતિઓને વિક્રમ અને વલભી સંવતના વર્ષને અનુલક્ષીને તપાસતાં સિંહ સંવત વલભી સંવત કરતાં ૭૯૪-૭૯૫ વર્ષ અને વિક્રમ સંવત કરતાં ૧૧૬૯-૧૧૭૦ વર્ષ મોડો શરૂ થયો હોવાનું માલૂમ પડે છે.૪૬ એનાં વર્ષ કાન્નિકાદિ નહિ પણ ત્રાદિ (કે આષાઢાદિ) હતાં; એના માસ અમાન્ત હતા કે પૂર્ણિમાન્ત એ જાણવા મળતું નથી.૪૭ સિંહ સંવતના વર્ષમાં ૧૧૧૩૧૧૪ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. આ સંવતની ઉત્પત્તિ વિશે જુદાંજુદાં સૂચન થયાં છે. ટૌડે એને “શિવસિંહ સંવત માનીને દીવના ગોહિલ રાજા શિવસિંહે એ શરૂ કર્યો હોવાનું સુચવેલું. પરંતુ આ નામ તથા રાજા માટે કઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. શ્રી. વલ્લભજી હ. આચાર્ય સિંહ સંવત માંગરોળના ગુહિલ રાજા સહજિગે શરૂ કર્યો હોવાનું સૂચવ્યું.૪૯ આ સૂચનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના સ્થાનિક રાજાએ ચૌલુકયેથી સ્વતંત્ર થઈ પોતાને સંવત પ્રવર્તાવ્યું હોવાનું ઉદ્દિષ્ટ છે. આથી એ ખાસ લક્ષમાં લેવા જેવું ગણાય. પરંતુ એમાં “સિંહ” નામનું તાત્પર્ય સ્કુટ થતું નથી. વળી સહજિગના પુત્ર મૂલકના સિં.સં. ૩૨ ના માંગરોળ લેખમાં તો ચૌલુક્ય રાજા જયસિંહ તથા કુમારપાલની પ્રશસ્તિ કરવામાં આવી છે. શ્રી. વજેશંકર ગૌ. ઓઝાએ આ સંવત પોરબંદરના એક લેખમાં ઉલિખિત મંક્લેશ્વર સિંહે શરૂ કર્યાનું સૂચવ્યું. ૫૦ પરંતુ એ મંડલેશ્વરનું નામ સામતસિંહ હતું ને એનો સમય તો વિ. સં. ૧૩૧૫–૧૩૩૪ નો છે.૫૧ ભગવાનલાલ ઇન્દ્રજીએ આ સંવત સોલંકી રાજા જયસિંહદેવે સેરઠ જીતીને એની યાદગીરીમાં ત્યાં પ્રવર્તાવ્યો હોવાનું સૂચવ્યું છે.૫૨ જયસિંહદેવે સોરઠ જીત્યાનું અજબ પરાક્રમ કરેલું ને એના નામમાં “સિંહ” શબ્દ આવે છે એ જોતાં આ સૂચન ઘણું સંભવિત લાગે છે. પરંતુ ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહે પ્રવર્તાવેલો આ સંવત સેરઠમાં સીમિત રહ્યો એનું કારણ કળવું મુશ્કેલ છે. આ સંવત લગભગ દોઢ સૈકા પછી લુપ્ત થઈ ગયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy