SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ - ભારતીય અભિલેખવિદ્યા આ સંવતનું વર્ષ ૧=શક વર્ષ ૯૯૮ (ઈ. સ. ૧૦૭૬-૧૦૭૭) આવે " છે, ને એથી એના વર્ષમાં ૧૭૫-૧૭૬ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે એમ પહેલાં લાગતું હતું. પરંતુ આ સંવતની મિતિઓની ગણતરી કરતાં માલુમ પડે છે કે એનું વર્ષ ૧ કઈમાં શક વર્ષ૯૯૭ (ઈ. સ. ૧૦૭૫-૭૬, કઈમાં શક વર્ષ ૯૯૮. (૧૦૭૬–૭૭), કેઈમાં શક વર્ષ ૯૯૯ (ઈ. સ. ૧૦૭૭-૭૮) તે કઈમાં શક વર્ષ ૧૦૦૦ (ઈ. સ. ૧૦૭૮-૭૯) બરાબર આવે છે. ૩૭ આનું કારણ એ લાગે છે કે વિક્રમાદિત્ય પિતાના મોટા ભાઈ સોમેશ્વર ૨ જાન પરાભવ કરી સત્તારૂઢ થયો ત્યારે એની સત્તા એના રાજ્યના જુદાજુદા ભાગમાં જુદા જુદા સમયે અંગીકાર કરવામાં આવી હશે ને આથી એના સંવતનો આરંભ જુદાજુદા ભાગમાં શક વર્ષ ૯૯૭ થી ૧૦૦૦ દરમ્યાન જુદાજુદા વિષે થયેલ મનાય હશે. એનો રાજ્યાભિષેક શક ૯૯૭ (ઈ. સ. ૧૦૭૫-૭૬ ) કે ૯૯૮(ઈ. સ. ૧૦૭૬-૭૭)માં થયું હશે કે કેટલાક ભાગમાં એકબે વર્ષ મેડો ગણાયો હશે.૩૮ સેમેશ્વર ૨ જાએ ઈ. સ. ૧૦૭૬ ના સપ્ટેબરની ૧ લી સુધી રાજ્ય કર્યું હોવાનું જાણવા મળેલું છે. આથી ચાલુક્ય-વિક્રમ સંવતના વર્ષમાં લગભગ ૧૦૭૬-૭૭ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે. આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ હતાં ને વર્ષને આરંભ ચિત્ર સુદિ ૧ થી ગણાત, પરંતુ એનો અર્થ એવો નથી કે વિક્રમાદિત્ય ૬ ને રાજ્યાભિષેક બરાબર એ દિવસે જ થયો હતો.૩૯ એ રાજયાભિષેક શક વ ૯૯૯ માં થયો હોય ને આ સંવતનો આરંભ એ વર્ષના ચિત્ર સુદ ૧(૨૬મી ફેબ્રુઆરી, ઈ. સ. ૧૦૭૭)થી થયેલે ગણવામાં આવ્યો હોય૪ ૦ એ અસંભવિત નથી. છતાં એ ખરેખર શક વર્ષ ૯૯૮ માં થયો હોય ને એ વર્ષના ચૈત્ર સુ. ૧(૯મી માર્ચ, ઈ. સ. ૧૦૭૬)થી ગણાવ્યો હોય, પરંતુ સેમેશ્વરની સત્તા અમુક ભાગમાં એ પછી થોડો વખત ચાલુ રહી હોય એ ઘણું સંભવિત છે.૪૧ કલ્યાણના ચાલુક્ય રાજ્યની ૧૨ મી સદીના છેલ્લા ચરણમાં અંત આવ્યું ને ચાલુક્ય-વિક્રમ સંવત સેએક વર્ષમાં લુપ્ત થઈ ગયે. સિંહ સંવત : - સૌરાષ્ટ્રના, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના, કેટલાક અભિલેખમાં સિંહ સંવતનો ઉલ્લેખ આવે છે. એમાં આ સંવતનું સ્પષ્ટતઃ “સિંહ સંવત’ નામ આપેલું છે. આ સંવતનાં વર્ષ ૩૨, ૬૦, ૯૬ અને ૧૫૧ની મિતિઓ મળી છે. સભાગ્યે એ દરેક મિતિમાં સિંહ સંવતની સાથે વિક્રમ સંવતનું કે વલભી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy