SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અભિલેખવિદ્યા ઉત્તરાર્ધથી શરૂ કરી ૮ વાર ફરી ફરી ગણવામાં આવે છે. એ રીતે વદિ ૧૪ના પૂર્વાર્ધ સુધીના કુલ ૫૬ તિથિ-અર્ધનાં કારણ ગણાય છે. બાકીના ચાર તિથિઅધ માટે શનિ આદિ ચાર સ્થિર કરણુ ગણાય છે. તિથિના બીજા કરણની સમાપ્તિ તિથિની સમાપ્તિ થાય છે, આથી પંચાગંમાં એના પહેલા કરણની જ સમાપ્તિનો સમય આપવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, વેગ અને કરણ એ “પંચાંગ’નાં પાંચ અંગ છે. આ સર્વ વિગતને નિર્દેશ ઉત્તરકાલીન અભિલેખમાં મળે છે. એ અગાઉનાં કેટલાંક નોંધપાત્ર ઉદાહરણ આ પ્રમાણે છે : (૧) સંવત ૧૪૪૪ વર્ષે કાર્તિક વદિ અમાવસ્યામાં રવિદિને જયેષ્ઠા નક્ષત્રે;૩માં (૨) સંવત ૧૪૫૦ વર્ષે ભાદ્રપદ શુદિ ૯ શુક્રદિને પૂર્વીનક્ષત્રે સૌભાગ્ય નામ યોગે, શ્રી શાકે ૧૩૧૬ પ્રવર્તમાને દક્ષિણાયને શિશિર ઋતી સંવત્સર વિકમ નામ;૪• (૩) શ્રી નૃપ વિક્રમ સંવત ૧૪૫૦ વર્ષે શાકે ૧૩૧૫ પ્રવર્તમાને દક્ષિણઅને શરતો ભાદ્રપદમાસે કૃષ્ણપક્ષે દ્વિતીયાયાં તિથી સેમે અશ્વિની નક્ષત્ર વ્યાઘાતનાગ્નિ મેગે મેષસ્થ ચંદ્ર;૪૧ (૪) શ્રીમન્નપધિક્રમાર્કસમયાતીતસંવત્ ૧૫૦૦ વર્ષ પ્રજાપતિનાગ્નિ સંવત્સરે ઉત્તરાયણે વસંતઋતી વૈશાખ-શુકલ–પંચમાં ગુરી;૪૨ (૫) સંવત ૧૫૭૨ વર્ષે શકે ૧૪૩૭ પ્રવર્તમાને દક્ષિણાયન વર્ષાઋતી મહામાંગલ્યપ્રદશ્રાવણમાસે શુકલપક્ષે નવમ્યાં તિથી ભૃગુવારે રોહિણી નક્ષત્રે.૪૩ પશ્ચિય અંગ સાથેનો સમયનિર્દેશ હળવદના વિ. સં. ૧૫૮૩ ના શિલાલેખમાં જ આપે છે. શ્રીમઝૂંપવિમાર્કસમાયાતીતસંવત ૧૫૮૩ વર્ષે શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને શિશિર-ઋતો ફાલ્યુન માસે કૃષ્ણપક્ષે ૧૩ ત્રયેદસ્યાં તિથી ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રે સિદ્ધિયોગે બવકરણે મીનલગ્નવહમાને, એ દિવસે એ સમયે વાવ કરાવી હતી. ક્રાંતિવૃત્ત નિયત સમયે પૂર્વ ક્ષિતિજને જે રાશિમાં સ્પશે, તેને લગ્ન કહેવામાં આવે છે. એ લગ્નના આધારે બાર ભાવ (કુંડળીના બાર સ્થાન) ગોઠવી એમાં ગ્રહોની તે સમયની સ્થિતિ દર્શાવવામાં આવે છે. ઢના વિ. સં. ૧૬૩(ઈ. સ. ૧૬૦૭)ના શિલાલેખમાં ૪૫ પણ વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ જણાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy