________________
સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ
૧૬૩
સરળતા રહે છે. ઘણી વાર એમાંની અનિશ્રિત પદ્ધતિ નિય કરવામાં તિથિવારા મેળ ઘણા ઉપકારક નીવડે છે.
નક્ષત્ર
આકાશમાં ગ્રહેાની સ્થિતિ તારાઓનાં સ્થાનેા પરથી ગણવામાં આવે છે. આકાશમાં પૃથ્વીની ચારે બાજુ તારાઓનું જે વૃત્ત (વતુલ) દેખાય છે, તે તારાએનાં ૨૭ ઝૂમખાં ગણવામાં આવે છે તે ખગેાળ-ગણિતમાં સગવડ માટે એ સવ` ઝૂમખાં વચ્ચે સરખું અંતર ગણવામાં આવે છે. તારાઓના ઝૂમખાને ‘નક્ષત્ર’ કહે છે. એનાં અશ્વિની, ભરણી, કૃત્તિકા, રેાહિણી, મૃગશીષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષફ્, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી–એવા ૨૭ નામ છે. પંચાગમાં તિથિની જેમ દરેક દિવસનુ નક્ષત્ર જણાવવામાં આવે છે ને એની સમાપ્તિના સમય આપવામાં આવે છે.
પ્રાચીન કાલમાં ભારતમાં રાશિ પ્રચલિત થઈ નહેાતી, ત્યારે જ્યોતિષનું ગણિત નક્ષત્રોના આધારે કરવામાં આવતુ ં,તે કલાદેશ માટે પણ નક્ષત્ર!ને મહત્ત્વ આપવામાં આવતું. આગળ જતાં અહીં રાશિએ પ્રચલિત થઈ. રાશિએ બાર છે : મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુષ (ધન), મકર, કુંભ અને મીન. નક્ષત્રની જેમ એ પણ તારાવૃત્તના ભાગ છે. એમાં ૨૭ તે બદલે ૧૨ સરખા ભાગ પાડવામાં આવ્યા છે તે દરેક રાશિનું નામ તે તે તારાસમૂહના ઉપલક આકાર પરથી પ્રયાાયું છે. દરેક રાશિમાં ૐ નક્ષત્રોને
સમાવેશ થાય છે.
યાગ
સૂર્ય અને ચંદ્રના અમુક સમયમાં થયેલા પરિક્રમણના યાગ(સરવાળા)ને ચેાગ' કહે છે. ૩૬૦ અંશના વર્તુલમાં કુલ ૨૭ ‘યોગ’ થાય છે. તેમનાં નામ વિષ્ણુભ, પ્રીતિ,... વ્યતિપાત,... સિદ્ધિ,...શુભ,...વૈધૃતિ છે. પાંચાંગમાં રાજના યેાગ અને એની સમાપ્તિને સમય જણાવવામાં આવે છે.
કરણ
તિથિના અધ ભાગને ‘કરણ' કહે છે. કરણ ૧૧ છે: અવ, બાલવ, કૌલવ ઇત્યાદિ. એમાં સાત ચર અને ચાર સ્થિર છે. બવ બાલવ આદિ ચર કરણ સુદિ ૧ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org