________________
૧૪૬
ભારતીય અભિલેખવિદ્યા
વિહાર, વસતિ વગેરેની તથા વહીવટી વિભાગો અને પેટાવિભાગો, ગામે, ખેતરે, વાવો વગેરેની ઘણી વિગત જાણવા મળે છે.
રાજા લાગતાવળગતા જનોને દાનની જાણ કરી પ્રતિગ્રહીતાને દેવભૂમિની બાબતમાં હરકત નહિ કરવા આદેશ આપે છે. પરંતુ એ રાજાએ આપેલા અધિકાર એના ઉત્તરાધિકારીઓને બંધનકારક ખરા ? એમાં ય ભવિષ્યમાં અન્ય રાજવંશ સત્તારૂઢ થાય ત્યારે ? આથી દાન દેનાર રાજાએ પોતાના વંશના તેમ જ અન્ય વંશના આગામી “ભદ્ર (ભલા) રાજાઓને પોતાના આ દાનશાસનને અનુમોદન આપી એનું પરિપાલન કરવાનો નૈતિક અનુરોધ કરવાનો રહેતો. પરંતુ એમાં એ આગામી રાજાઓને કંઈ લાભ ખરે ? હા, આપેલું દાન પછીના જે રાજાઓ પાળે, તેઓ પણ એ દાનના પુણ્યના ભાગીદાર થાય ને જે આપેલા દાનનો આછેદ કરે કે કરવા દે, તેને ઘણું પાતક લાગે. આ માન્યતા માટે ભગવાન વ્યાસના નામે કેટલાક પુરાણોકત લોક પણ ટાંકવામાં આવતા, જેમાં દાન દેનારને ને પાળનારને કેટલું પુણ્ય મળે ને આપેલું દાન ઝૂંટવી લેનારને કેટલું પાતક લાગે તે દર્શાવવામાં આવે છે.૪૮
દાનશાસનનું લખાણ સાધિવિગ્રહિક કે મહાક્ષપટલિક કે દિવિરપતિ જે અધિકારી તૈયાર કરતો. એને એ સંબંધી રાજાની આજ્ઞા કયારેક સ્વમુખે મળતી. તે તે દાનશાસનના અંતે “સ્વમુખસ્સા” નું પ્રમાણ આપતો. બાકી ઘણી વાર એને દાનશાસન ઘડવાની જાજ્ઞા કોઈ રાજપુત્ર કે સામન્ત કે ઉચ્ચ અધિકારી દ્વારા પહોંચાડવામાં આવતી ને તો એમાં એ તે “દૂતક’નો નિર્દેશ કરતો. દાનશાસનના અંતે દૂતક અને લેખકનાં નામ તથા હોદ્દાની વિગત આપવામાં આવે છે.
દાનની મિતિ પણ દાનશાસનમાં જણાવવી જરૂરી ગણાતી. એમાં સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ અને વાર જણાવતા. શરૂઆતનાં દાનશાસનમાં સંવત અને વારની વિગત અપાતી નહિ.૪૯ સમયનિર્દેશની વિગત ઈતિહાસમાં ઘણી ઉપયોગી નીવડે છે. મિતિમાં કેટલીક વાર ગ્રહણ, અધિકમાસ, પર્વદિન વગેરેને ઉલ્લેખ આવે છે. તેમ જ નદીસ્નાન તથા દેવવંદનની વિધિને પણ નિદેશ આવે છે. સમયનિર્દેશ કોઈ દાનશાસનમાં અંતે, કોઈમાં વચ્ચે ને કોઈમાં આરંભમાં કરવામાં આવતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org