________________
અભિલેખના વિષય
૧૭
દાનશાસન લહિયાના હાથે લખાતું ને કંસારાના ટાંકણે કોતરાતું. એવું દાનશાસન તો કઈ પંડિત પાસે લખાવી દે ને કંસારા પાસે કોતરાવી દે. આથી રાજાના નામે કઈ બનાવટી દાનશાસન તૈયાર ન કરાવી દે એ માટે દાનશાસનમાં છેવટે રાજાના સ્વહસ્ત(દસ્તક) આપવા જરૂરી ગણાતા. રાજાના સ્વહસ્ત અને રાજમુદ્રાની છાપ રાજશાસનની પ્રમાણિતતા માટે આવશ્યક ગણાય.
ભારતના પ્રાચીન અભિલેખમાં તામ્રપત્ર પર કોતરેલાં દાનશાસને મોટી સંખ્યા ધરાવે છે.
(૭) પૂર્તનિર્માણ લેખે : દેવાલય, વાપી, કૂપ, તડાગ આદિ સાર્વજનિક પરમાર્થનાં વાસ્તુ(બાંધકામ)ને “પૂત” કહેતા. ધર્મશાસ્ત્રમાં દાનની જેમ પૂર્વનિર્માણને ઘણો મહિમા ગાય છે.
- બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પર, ચૈત્યગૃહના સ્તંભ છત્ર તોરણ વેદિકા વગેરે પર અને વિહારના સ્તંભ વગેરે પર ઘણી વાર તેના નિર્માણને લગતો લેખ કોતરેલો હોય છે.પ૦ બેસનગર ગરૂડ સ્તંભલેખમાં એક ભાગવત યવને વાસુદેવના મંદિર સામે ગરુડધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે.પ૧
જૂનાગઢ શૈલલેખોમાં પર રાજા મહાક્ષત્રપ રુદ્રદામાએ તથા ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ત્યાંના સુદર્શન તળાવનો સેતુ(બંધ) સમરાવ્યાની હકીકત જણાવી છે, તે પૂર્તના પુનનિર્માણ કે જીર્ણોદ્ધારને લગતા લેખ ગણાય. ગુદા(જિ. જામનગર)ને શક વર્ષ ૧૦૩(ઈ. સ. ૧૮૧)નો શિલાલેખ વાપી–નિર્માણને લગતો છે. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપમાંના અસ્થિપાત્ર પરનો લેખ સ્તૂપના તથા એ સમુદ્ગક(દાબડા)ના નિમણિની હકીકત જણાવે છે.
ચંદ્રગુપ્ત ૨ જાના સમયને ગુ. સ. ૬૧(ઈ. સ. ૩૮૦)ને મથુરા સ્તંભલેખપ૪ બે શિવાલના નિર્માણને લગત છે. એ રાજાના સમયને ઉદયગિરિ ગુફલેખ શિવની ગુફા કરાવ્યા વિશે છે. દિલ્હીના કુતુબમિનાર પાસેના લોહસ્તંભ પરના લેખમાં વિષ્ણુપદ ગિરિ પર ભગવાન વિષ્ણુને ધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે.પ૬ મંદસોરના શિલાલેખમાં ઈ. સ. ૪૩૬ માં સૂર્ય મંદિરનું નિર્માણ અને ઈ. સ. ૪૭૩ માં પુનનિર્માણ થયાનું જણાવ્યું છે.૫૭ એરણને શિલાસ્તંભ લેખ(ઈ. સ. ૪૮૩)૫૮ વિષ્ણુના ધ્વજસ્તંભને લગતો છે. યશોધર્મા–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org