________________
અભિલેખના વિષય
૧૪૫
સૌરાષ્ટ્રના સૈધવ રાજાઓનાં દાનશાસનમાં રાજધાની સૂતામ્બિલિકાની બાબતમાં ૪૧
રાજકુલ અને વંશાવળીની વિગત દાતાના સંદર્ભમાં જરૂરી ગણાતી. એમાં ક્યારેક રાજકુલની ગુણપ્રશસ્તિ અને/અથવા એની આનુશ્રુતિક ઉત્પત્તિનું ય નિરૂપણ કરવામાં આવતું. વંશાવળી કેટલીક વાર સાદી સીધી રીતે ટૂંકામાં અપાતી, ૪૨ તે કેટલીક વાર દરેક પુરોગામી રાજાની પ્રશસ્તિ આપવામાં આવતી, આ રિવાજને લઈને ઘણા રાજવંશની વંશાવળીઓ જાણવા મળી છે,
દાન દેનાર રાજા તથા એના પૂર્વજોની પ્રશસ્તિ આપવામાં આવે છે, તો એ પરથી એ રાજાઓ વિશે કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. વલભીના મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ઉચ્ચ શૈલીના કાવ્યમય ગદ્યમાં આપવામાં આવી છે, પરંતુ એમાં એમનાં કોઈ ચોક્કસ પરાક્રમોની વિગત ભાગ્યે જ મળે છે, જ્યારે રાષ્ટ્રકૂટ રાજાઓની પદ્યમય પ્રશસ્તિમાં એમનાં પરાક્રમોની કેટલીક વિગત જાણવા મળે છે. ગંગ વંશનાં દાનશાસનમાં પૂર્વજોની પ્રશસ્તિ સો એક કોનો વિસ્તાર ધરાવતી.૪૩ એમાંના ઘણા લોકો તો અગાઉનાં દાનશાસનોમાંથી અક્ષરશઃ ઉતારવામાં આવતા. મૈિત્રક રાજાઓનાં દાનશાસનેમાં પણ પૂર્વજોની પ્રશસ્તિની. અક્ષરશઃ પુનરુક્તિ કરવામાં આવતી.
દાનશાસન શાસન કે નિવેદનના રૂપે હોઈ, દાન દેનાર રાજા લાગતાવળગતા અધિકારીઓને તથા અન્યજનોને સંબોધીને દાનની હકીકત જણાવતો. એમાં કેટલીક વાર આયુક્તક, વિનિયુક્તક, કાંગિક, મહત્તર, દાંડપાશિક, ઉપરિક, કુમારામાત્ય, રાજસ્થાનીય, મહાસામંત આદિ અધિકારીઓનો ૪૪ તેમ જ તે વહીવટી વિભાગ કે ગામના બ્રાહ્મણાદિ નિવાસીઓનો સમાવેશ થતો.૪૫
દાનને લગતી મુખ્ય હકીકતમાં દાન દેવાનો હેતુ, પ્રતિગ્રહીતાનાં નામઠામ, દાનનાં એને માટે ઉદિષ્ટ પ્રજન, દેવભૂમિની વિગતો, દયભૂમિ પર પ્રતિગ્રહીતાને મળતા હક અને કર વગેરેમાંથી એને મળતી મુતિ, અને દાનને લગતી ઉદકાતિસગની વિધિ ૪૬ જણાવવામાં આવે છે. એમાં દાન લેનાર બ્રાહ્મણ, દેવાલય,
ભા. અ. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org