________________
શક્તિમાર્ગની આરાધના પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા ગ્ય છે.” (પત્રાંક ૮૧૯)
પ્રાર્થના: ઉપસંહાર: જેમ શરીર માટે ભેજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવન સંગ્રામમાં પ્રેરણા, મોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે, મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે. સામાન્ય માનવીથી માંડી, મધ્યમ સાધક અને ઊંચી કેટિના માહાત્મા–સૌ કોઈને એક યા બીજા રૂપે પ્રાર્થનાની જરૂર પડે છે–પછી તે સામૂહિક હો યા વ્યક્તિગત છે. પ્રાથમિક ભૂમિકામાં સામૂહિક પ્રાર્થના વિશેષ લાભદાયક નીવડે છે કારણ કે સામૂહિક પવિત્રતાને લાભ પિતાને મળી શકે છે. ધીમે ધીમે શ્રદ્ધા-ભક્તિ વધતાં, બન્ને પ્રકારની પ્રાર્થનામાં ભક્ત જોડાઈ શકે છે અને લાભ મેળવી શકે છે. આ લેખકના આધ્યાત્મિક વિકાસમાં પ્રાર્થના, શરણુગતિ અને પ્રાયશ્ચિત્તે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તેથી સાધકોને આ સાધનનું અવલંબ બન લેવાની તેની ખાસ ભલામણ છે. વર્તમાનયુગમાં મહાત્મા ગાંધીજી, સંત વિનેબાજી, મુનિશ્રી નાનચન્દ્રજી તથા મુનિશ્રી સંતબાલજીએ સામૂહિક પ્રાર્થનાઓ યોજીને તેને લેકપ્રિય બનાવી છે. આ સાધના માટે અંતરની શ્રદ્ધા અને ભક્તિ સિવાય બીજી કોઈ મેટી સાધસામગ્રીની કે શારીરિક કષ્ટ વેઠવાની પણ જરૂર પડતી નથી, માટે સહજ-સાધ્ય એવા ભક્તિમાર્ગના આ અગત્યના અંગને સ્વીકાર કરી ભક્ત-સાધક પિતાના જીવનને ઉન્નત અને નિશ્ચિત બનાવે એ જ અભ્યર્થના, ઇતિ શિવમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org