________________
પ્રાર્થના
સામાન્ય ભૂમિકા | શબ્દાન્વયની અપેક્ષાએ વિચારીએ તે પિતાના પ્રકૃષ્ટ અર્થ (પ્રઅર્થ)ની સિદ્ધિ માટે જે કાંઈ કરવામાં આવે તે પ્રાર્થના ગણી શકાય. પરંતુ મનુષ્યના આત્મવિકાસની અનેક શ્રેણિઓ હોવાને લીધે તેઓનું અભીષ્ટ (ધ્યેય, અર્થ) પણ જુદું જુદું હોય છે અને એ અપેક્ષાએ પ્રાર્થના કરનારની શ્રેણીઓ પણ અનેક છે. તેવા ભક્તોના મુખ્ય ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. અર્થાથી, આd, જિજ્ઞાસુ અને જ્ઞાની.* ' અર્થાથ : સૌથી નીચી કક્ષાને આ ભક્ત પિતાના સ્વાર્થને માટે પ્રભુને પ્રાર્થના કરે છે છતાં તેને પ્રભુમાં વિશ્વાસ છે, એ અપેક્ષાએ તેને ભક્ત તરીકે ગણવામાં આવ્યું છે.
આત: આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઈ સાંસારિક વૈભવને ઈચ્છતું નથી, પરંતુ પ્રાપ્ત અશ્વર્યને વિયેગ સહન કરવાની તેનામાં હજુ શક્તિ નથી, તેથી તેની રક્ષા અર્થે તે, પ્રભુને પ્રાર્થના કરે છે.
જિજ્ઞાસુ: આ ભક્ત મહદ્ અંશે નિષ્કામ છે કારણ કે તે જગતના કેઈ પદાર્થોની ઈચ્છા કરતું નથી, માત્ર પરમાત્મપદના જ્ઞાનની પ્રાપ્તિની તેને ઈચ્છા છે એ અપેક્ષાએ આ ભક્ત ઊંચી કેટિને ગણી શકાય.
જ્ઞાની : આ સર્વોત્તમ ભક્ત છે, તેણે તે કઈ અપેક્ષાએ * શ્રીમદ્ ભગવદ્ગીતાઃ ૭-૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org