SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભકિતના વિવિધ પ્રકારે આગળના પ્રકરણમાં ભક્તિ કેની કરવી અને શા માટે કરવી એ પ્રશ્નનું સમાધાન થયું. હવે આ અને આગળનાં પ્રકરણમાં ભક્તિના સામાન્યપણે કયા ક્યા પ્રકારો છે, તે તે પ્રકારોને કઈ કઈ રીતે રોજ-બ-રોજના જીવનમાં અપનાવવા, તેમ કરવામાં શું શું વિઘો નડવા યોગ્ય છે, તે વિઘને દૂર કરવા માટે ભક્ત કઈ રીતે પ્રયત્નવાન થાય છે અને આમ ભક્તિમાર્ગનાં ઉપર-ઉપરનાં સોપાનેને સર કરતે થકે તે કઈ રીતે પરાભક્તિને પામે છે એ ઇત્યાદિ ભક્તિમાર્ગની આરાધનાની ક્રમિક, મને વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિચારણા, આધ્યાત્મિક દૃષ્ટિકોણને મુખ્ય રાખીને હવે આપણે શરૂ કરીએ છીએ. ભક્તિના વિવિધ પ્રકારે (4) અધ્યાત્મદ્રષ્ટિકોણથી વિચારતાં ભક્તિના મુખ્ય નવ પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે : શ્રવણ, કીર્તન, ચિંતવન, વન્દન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એક્તા. આ પ્રકારની વિશેષ વિચારણું આગળનાં પ્રકરણમાં કરીશું. (૩) સાધનાપદ્ધતિમાં અવલંબનની મુખ્યતાથી કથન કરતાં ભક્તિના સગુણ અને નિર્ગુણ અથવા સાકાર અને નિરાકાર એવા બે ભેદ પ્રસિદ્ધ છે, સગુણભક્તિની સાધનાને સામાન્યપણે સરળ, સુખદ અને સીધી કહી છે જ્યારે નિર્ગુણની સાધના કરવી દુષ્કર, કષ્ટસાધ્ય અને વાંકાચૂકા રસ્તાવાળી કહી છે. આ સહેલાઈથી સમજી શકાય છે કારણ કે સ્થૂળ અને મલિન ૧. સમયસારનાટક-૯-૮ અધ્યાત્મકવિ શ્રી બનારસીદાસજી. ૨. શ્રીમદ્ ભગવદ્ગીતા-૧૨-૨, ૩, ૪, ૫. ના મુખ્ય કવણ, કીર્તન. જ લેતા, સમતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy