________________
સંત-ભાતનાં ચરિત્રો
૧૧૪
પરમ
સ ચાગ
અને અને ઉના અને જેના
આપી ગયા છે
સરીના
[૧૨] પરમભક્ત અધ્યાત્મયોગી શ્રીઆનંદઘનજી
જ્ઞાન, ભક્તિ અને યુગની આરાધના દ્વારા, અંતરમાં જ આનંદને ભંડાર ભર્યો છે એ જેમણે સ્વાનુભવ કર્યો હતો, તેવું જ આત્માનંદનિર્ભર જીવન જેઓ જીવ્યા હતા અને જેના ફળરૂપે આપણને ઉત્તમ વીશી અને અનેક અધ્યાત્મપદની પ્રસાદી જેઓ આપી ગયા છે તે, શ્રીમદ્ આનંદઘનજી, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા તેમ વિવિધ પ્રમાણે દ્વારા જાણી શકાય છે.
તેમની વીશી અને પદ પરથી એમ અનુમાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા અને વિહર્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ મારવાડમાં ગયા હોય તે સંભવિત છે. તેઓ શ્રીમદ્ યશવિજયજી ઉપાધ્યાયના સમકાલીન હતા.
દીક્ષા અને સાધના જ્ઞાન અને વૈરાગ્યના ગે તેમણે તપાગચ્છીય મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું દીક્ષા નામ લાભાનંદજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મથી રંગાયેલું હતું અને હમેશાં મધ્યસ્થ દષ્ટિથી સત્યને નિહાળવાની અને સત્યને આદર કરવાની તેમને તત્પરતા હતી. ગચ્છભેદની તકરારેથી અલિપ્ત રહી તે અધ્યાત્મજ્ઞાન વડે પિતાના આત્માની શુદ્ધિ પ્રત્યે લક્ષ આપતા હતા. તેઓ સદૈવ વિચારતા હતા કે કર્મની સાથે અનાદિ કાળથી આત્માને સંગ થયું છે તે હવે કેમ અને કયા ઉપાયે વડે સંસારમાંથી વહેલા મુક્ત થવાય? રાગદ્વેષ જ સંસારની અભિવૃદ્ધિનું મૂળ કારણ છે અને આગના જ્ઞાનનું ફળ ચારિત્ર્યની અપ્રમત્તદશાએ આરાધના કરવી તે જ છે એમ તેમણે દઢપણે માન્યું હતું ને તેને જીવનમાં ઉતાર્યું હતું. આજુબાજ સાધુઓને શિથિલાચાર જેઈ નિન્દાને સ્થાને તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org