SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાર્ગની આરાધના રાત્સમાગમનું ફળ ગણી શકાય. બાલ્યાવસ્થાથી જ તેમનું મન ધર્મ તરફ ઢળેલું હતું અને કલાક સુધી તેઓ કઈ કોઈ વાર તે ઊંડા ચિંતનમાં ડૂબી જતા. તેઓને સંત-સમાગમ બહુ પ્રિય હતું અને આદર તથા શ્રદ્ધાભાવ સહિત તેઓ સાધુઓની સેવા. કરતા. તેઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલે મનાય છે. તેમની પત્નીનું નામ લેઈ, પુત્રનું નામ કમાલ અને પુત્રીનું નામ કમાલી. હતું. તેના જીવન અને બેધ ઉપરથી તેઓને ગૃહકાર્યમાં તદ્દન અનાસક્તભાવ હતું તેમ જાણી શકાય છે. સમસ્ત મનુષ્ય પ્રત્યેના. તેમના પ્રેમથી, તેમની મધુર, હૃદયસ્પર્શી વાણી અને વાર્તાલાપથી અને વિશિષ્ટ પુણ્યપ્રભાવથી જનતાના બધાય સ્તરના લેકે તેમના પ્રત્યે મેટી સંખ્યામાં આકર્ષાયા હતા. કબીરજીને શાંતિમય અને સંતોષી જીવન પ્રિય હતું. દાનવૃત્તિ તેમનામાં નાનપણથી જ દષ્ટિગોચર થતી હતી. તે જમાનામાં પ્રવર્તમાન અનેક વિરોધાભાસી વિચારધારાઓ વચ્ચે રહીને પણ એક સત્યશોધક, ક્રાન્તિકારી પ્રવીર તરીકે તેમણે મનુષ્યનાં હદને જોડવાને જ પ્રયત્ન કર્યો. જે કે દરેક મહાત્માની પેઠે તેમને અનેક કસોટીમાંથી પસાર થવું પડયું, તે પણ પિતાની સજજનતા, સરળતા, સ્વચ્છતા અને પરમાત્મનિષ્ઠાથી તેઓ તેમાંથી હેમખેમ પાર ઊતર્યા અને જનસમાજમાં પ્રીતિ અને આદરને પાત્ર બન્યા. કબીરજીની પ્રેરક વાણી : સાદી સરળ ભાષા અને સુંદર મને હારી શૈલીમાં શેભતી તેમની પ્રેરક વાણી તેમના હદયમાંથી જ સીધી વહી રહી હોય તે ભક્ત-સાધકને અનુભવ થાય છે. ભિન્ન-ભિન્ન સમયે તેઓએ કરેલે ઉપદેશ બીજક નામના. ગ્રંથમાં સંગૃહીત થયેલું જોવામાં આવે છે, પરંતુ તેમાં પણ પ છળથી રચાયેલાં પદને ઉમેરી દેવામાં આવ્યાં હોય એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy