SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) આરાધનાસારટીકા (૮) ક્રિયાકલાપ (૯) રત્નત્રયવિધાન ભકિતમાગ ની આરાધના (૧૦) અમરકોશટીકા (૧૧) ભરતેશ્વર-અભ્યુદય (૧૨) ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર સાગાર-અનગાર-ધર્મામૃત: ગૃહસ્થ અને મુનિના આચારાનું વિવરણ કરતા આ એક મહત્ત્વના ગ્રંથ છે. ગૃહસ્થધનું વર્ણન આઠે અધ્યાયેામાં વિસ્તારથી કર્યું છે, જેમાં સાત વ્યસનાના ત્યાગ, મદ્ય-માંસ-મધુને ત્યાગ, અહિંસાદિ અણુવ્રતનું ગ્રહણુ, પ્રભુપૂજા, ગુરુની ઉપાસના, સુપાત્રદાન આદિ અનેક આચારનું સાંગોપાંગ વર્ણન કરેલું છે. વળી, આત્મદર્શન સહિત જેમ જેમ શ્રાવક, સંયમમાર્ગમાં આગળ વધતા જાય તેમ તેમ તેની પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક એવી ત્રણ કક્ષાએનું વૈજ્ઞાનિક વર્ણન છે. આર'ભપરિગ્રહના ક્રમિક ત્યાગ કરતા થકા, ઉપર ઉપરની સંયમશ્રેણીને સ્પર્શતા થકો, શુદ્ધિ અને સ્થિરતાને વધારતા થકા શ્રાવક કેવી રીતે અંતે સલ્લેખના દ્વારા મૃત્યુ-મહાત્સવ ઊજવીને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તેનું સુંદર, ભાવવાહી, પ્રેરક અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર અહી રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ (ધર્મામૃત) જ્ઞાનપીઠ તરફ્થી તથા અગાસ આશ્રમ તરફ્થી મહાર પડેલા છે. અધ્યાત્મરહસ્ય: ૭૨ પદ્યોમાં યાગમાગનું સંક્ષેપમાં વર્ણન કરતા આ સુ ંદર ગ્રંથ વીર-સેવા મંદિર તરફ્થી પ્રકાશિત કરવામાં આવ્યા છે. સ્વાત્મા, શુદ્ધાત્મા, સદ્ગુરુ, દૃષ્ટિ, શ્રુતિ, મનનું સ્વરૂપ વગેરે યાગાભ્યાસી અને અધ્યાત્મસાધકાને ઉપયાગી અનેક પારિ ભાષિક શબ્દોના સુંદર રીતે અર્થ સમજાવ્યેા છે. તેનું બીજું નામ ચેાગેાદ્દીપન' છે. Jain Education International જિનયજ્ઞકલ્પમાં મ’દ્વિરનિર્માણ, મૂર્તિનિર્માણ, જિનપૂજા, અભિષેકવિધિ વગેરેનું વર્ણન છે. ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર અને ભરતેશ્વરઅભ્યુદયમાં પૂર્વે થયેલા પવિત્ર પુરુષાનાં ચરિત્રોનું પ્રેરક વર્ણન છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy