SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકોનાં ચરિત્ર મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી; કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દેષ મુકિત પામવા, માગું ક્ષમા હું હૃદયથી. જે જ્ઞાનમય સહજ આત્મ તે સ્વાત્મા થકી જોવાય છે, શુભ યુગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા , આત્મથી જે આત્મમાં. –લોક સંખ્યા ૧, ૮, ૨૫ પંચસંગ્રહઃ ૧૩૭૫ શ્લોકપ્રમાણ આ એક ગહન સૈદ્ધાંતિક ગ્રંથ છે. જેને પાંચ પ્રકરણમાં વિભાજિત કર્યો છે. ગ્રંથ માત્ર અભ્યાસી અને વિદ્વાને દ્વારા જ સમજી શકાય તે છે. આ ગ્રંથ ઉપરાંત, બૃહત્ સામયિકપાઠ નામને ૧૨૦ કલેકપ્રમાણ બીજે પણ એક તેમને રચેલે ગ્રંથ મળે છે. આ સિવાય બીજા અનેક ગ્રંથ ઉપલબ્ધ નથી. આ પ્રમાણે સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હોવા ઉપરાંત, આપણા ચરિત્રનાયક એક આદર્શ મુનિ, શાંત-ગંભીર સાહિત્યકાર, સિદ્ધહસ્ત કવિ, મહાન ભક્ત અને ઉદારતા ક્રાન્તિકારી વિચારક છે. તેમના ઉત્તમ બોધથી આપણને આત્મસાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે. મહાપ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્યજી જેમનાં મંગળમય અને ગૌરવશાળી કાર્યોની આધુનિક ઈતિહાસ પણ સાક્ષી પૂરે છે તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે ગુજરાતની અને જૈનધર્મની જે અપ્રતિમ સેવા કરી છે તેને ગુજરાત કદી પણ વીસરી શકશે નહિ. નવ વર્ષનાં વહાણું વહી ગયાં છતાં, તેમણે ઉચ્ચ કક્ષાનું, સર્વજનહિતકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy