SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રીમદ રાજચંદ્ર વિસ્તરવા ન દેતાં વિરામ પમાડી દે છે. આમાં શ્રીમદ્ રાજચંદ્રની મહત્તાનું આપણને પ્રત્યક્ષ દર્શન થયા વિના રહેતું નથી. આટલી અદભુત અને આશ્ચર્યજનક અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારે અને લાખ લેકેને ક્ષણમાત્રમાં આંજી દઈ અનુયાયી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થ લાભ સાધી શકાય, તે હવા છતાં શ્રીમદ્ રાજચંદ્ર એને પ્રયોગ ગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેને ઉપયોગ અંતમુખ કાર્ય ભર્ણ કર્યો. આ પ્રમાણે બીજા કેઈ સાધારણ માણસથી થવું શક્ય નથી. શ્રીમની આ અજબ અવધાનશક્તિ એ એમની અસાધારણ સ્મૃતિને પુરાવે છે. એમાંય તેમની કેટલીક વિશેષતા રહેલી છે. એક તે એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ સંખ્યા વૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. વળી બીજા અવધાનીઓને એ શક્તિ પ્રાપ્ત કરવા અને વિકસાવવા સભાન અને તનતોડ પ્રયત્ન કરવા પડે છે, જ્યારે શ્રીમમાં આ શક્તિને વિકાસ સહજ અને સ્વયંર્તપણે થયેલો જોવા મળે છે. ખાસ મહત્વની વિશેષતા તે એ છે કે, શ્રીમદની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી, ઊલટું એમાંથી વિશિષ્ટ સજનબળ પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. એનું મુખ્ય કારણ એ કહી શકાય કે, શ્રીમદ્દમાં રહેલા પ્રજ્ઞાગુણનું જ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy