SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સાધના એક વ્યક્તિ સ્વરૂપ હતું. સાથે સાથે અહીં આપણે નિર્મળ અંતઃકરણના ફળરૂપ જે શક્તિ શ્રીમદમાં ઉદય પામી હતી એને પણ વિચાર કરી લઈએ. એ શક્તિ એટલે ભવિષ્યમાં બનનાર પ્રસંગનું કે સામેની વ્યક્તિના ચિત્તમાં ઉદભવતા વિચારનું પૂર્વજ્ઞાન. એ એક પ્રસંગ આપણે આગળ શા. હેમરાજભાઈ અને શા. માલશીભાઈની બાબતમાં જોઈ ગયા છીએ. એ જ બીજો પ્રસંગ શ્રી ભાગ્યભાઈની બાબતમાં આપણે હવે પછી જોઈશુ.* અહીં આપણે બીજા કેટલાક પ્રસંગો જોઈએ. વવાણિયામાં દેસાઈ વીરજી રામજી રહેતા હતા. એક વખત વીરજી દેસાઈ અને શ્રીમદ્દ સાથે ફરવા ગયા. રસ્તામાં શ્રીમદે વીરજીભાઈને પૂછયું: “વીરજીકાકા, મારી કાકીને કાંઈ થાય તે તમે બીજીવાર પરણે ખરા?” વીરજીભાઈએ કાંઈ જવાબ ન આપ્યું. થોડા દિવસ પછી વિરજીભાઈનાં પત્ની ગુજરી ગયાં. પછી પાછા બીજી વખત શ્રીમને વીરજીભાઈ સાથે ફરવા જવાને જેગ મળે. શ્રીમદે પૂછ્યું: વીરજીકાકા, તમે હવે પરણશે?” વીરજીભાઈએ ઉપરથી ના કહી પણ મેં જરા મરક્યુંએટલે કે ઊંડે ઊંડે તેમની ઈચ્છા ફરી પરણવાની હતી ખરી. • જુઓ પ્રકરણ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy