________________
२७
જીવન-સાધના પણ રાજ સંબંધી ખટપટ ચાલે છે.” | શ્રીમદ્ બેલ્યાઃ “તેમ છે, તો તમારે સાવચેતીમાં રહેવું. કેમ કે તમારે માટે તેઓ ઉપાય શોધતા હતા. લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા. માટે તે વિશે પ્રમાદી ન થવું.”
ધારસીભાઈએ નવાઈ પામીને પૂછયું: “પણ તમે એ કેમ જાણ્યું કે મારે માટે તેઓ આમ કરવા ધારે છે?”
શ્રીમદે ઉત્તર આપેઃ “હું જમતો હતો ત્યારે બહાર હું સાંભળું તેટલા મેટા સાથે તેઓ વાતો કરતા હતા અને હું તેની સાથે આવ્યા તે તેમણે મને પૂછયું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું. તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી.”
ધારસીભાઈએ પૂછયું: “પણ તમારા દેખતાં તેવી વાતે તે કેમ કરે?”
શ્રીમદ્ કહેઃ “આ નાને બાળ છે; આને એ બાબતની શી સમજણ પડવાની છે? એમ જાણી તે વાતે કરતા હતા. એટલે તમને કહેવા–ચેતવવા માટે આવ્યો છું.”
ધારસભાઈના મનમાં થયું કે, અહે! આ બાળકમાં કેટલી ઉપકારબુદ્ધિ! મોટા માણસને પણ ન સૂઝે તે મહાઉપકાર આ બાળક કરે છે! સારું થયું કે હું એમને તેડી લાવ્યું. ધન્ય છે આ બાળ મહાત્માને! ધન્ય મારાં ભાગ્ય કે એમને મને સંગ થય! એમ વિચારી તે ઘણે આનંદ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org