SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર છે! તેમના ગુણથી આકર્ષાઈને ધારસીભાઈ બેલ્યાઃ રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજે.” શ્રીમદ્ કહેઃ “ના, મારા સાથે રહીશ.” ધારસીભાઈ એ ઘણે ઘણે આગ્રહ કર્યો, ત્યારે શ્રીમદે કહ્યું: “તમારે ત્યાં આવતે જઈશ, પણ રહેવાનું તે સાળમાં જ થશે.” શ્રીમદ રાજકેટ પહોંચ્યા એટલે સાળમાં ગયા. ત્યાં મામાએ પૂછયું: “તમે કોની સાથે આવ્યા?” શ્રીમદ કહેઃ “ધારસીભાઈ સાથે આવ્યો છું.” બંને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે. એટલે એ બંને જણા મળીને તેમને ઠેકાણે પાડી દેવા માટેની પ્રપંચની વાત માંહોમાંહે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદ્ રાજચંદ્ર આ સાંભળ્યું, તેથી તેમણે અનુમાન કર્યું કે, “આ બંને ભાઈઓને ધારસીભાઈ સાથે અણબનાવ હવે જોઈએ અને તેથી તેઓ બંને એમને મારી નાખવાને પ્રપંચ ગોઠવે છે, તો મારે તેમને ત્યાં જઈ આ મેટો ઉપકાર કરવાનો અવસર ચૂકવે નહિ. તેમને ચેતાવી દેવા જોઈએ. આ વિચાર કરીને જમ્યા પછી શ્રીમદ ધારસીભાઈને ત્યાં ઝડપથી ગયા. શ્રીમદે ધારસીભાઈને પૂછયું: “ધારસીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?” ધારસીભાઈએ સામે પૂછયું: “કેમ?” શ્રીમદ્ કહેઃ “હું પૂછું છું.' ત્યારે ધારસીભાઈએ કહ્યું: “સગપણ–સંબંધ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy