________________
મોટેરા જેવી સમજશક્તિ
શ્રીમદ્ દશ વર્ષની વયના હતા તે વેળાએ એક વાર તેઓ મોરબી ગયા હતા. ત્યાંથી પોતાના મોસાળમાં રાજકેટ જવાનો વિચાર હતો. તેથી મોરબીના ભાઈઓએ કેઈ સારા સાથની તપાસ કરવા માંડી. તે વખતે મોરબીના ન્યાયાધીશ ધારસીભાઈ રાજકેટ જવાના છે એવી માહિતી મળી. એટલે તેમને પૂછવામાં આવ્યું કે, “તમે આ રાયચંદભાઈને રાજકેટ સંગાથે તેડી જશે? રાજકેટ તેમના મેસાળે તે જવાના છે.”
ધારસીભાઈ એ હા પાડી અને તે એમને પિતાની સાથે રાજકોટ તેડી ગયા.
રાજકોટ જતાં રસ્તે ધારસીભાઈએ શ્રીમદ્દ સાથે વાતચીત કરી. શ્રીમન્ની મનનીય વાત સાંભળીને તેમને ખૂબ આશ્ચર્ય થયું કે, આટલી લગભગ દશ વર્ષની વયમાં આ છોકરો કે હોશિયાર છે! મોટી ઉંમરના માણસે પણ જે વાત ન કરી શકે તેવી બુદ્ધિની વાત સાંભળીને ધારસીભાઈને થયું કે, શી આ નાનકડા છોકરાની બુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org