________________
શ્રીમદ્ રાજચંદ્ર પરભાષાભ્યાસ ન થઈ શક્યો.......અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત. અને વિકલ્પાદિક કલેશને તે નાશ જ કર ઈરછ હતું. એટલે જે થયું તે કલ્યાણકારક જ
આ સમય દરમ્યાન એક વખતે કચ્છના દિવાન મણિભાઈ જશભાઈએ શ્રીમને કચ્છ તરફ આવવા વિનંતી કરી હતી. એટલે તેઓ કચ્છ ગયા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. એ સાંભળીને કચ્છના લોકે પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, આ છેક મહાપ્રતાપી યશવાળે થશે.
શ્રીમદ્ રાજચંદ્રના અક્ષર એટલા છટાદાર હતા કે કચ્છના દરબારને ઉતારે તેમને લખવા બેલાવવામાં આવતા અને તેઓ ત્યાં જતા પણ ખરા.
શ્રીમદ્ દશ વર્ષના હતા ત્યારે બનેલ એક પ્રસંગ તેમની ભારે સહનશક્તિને પુરાવો આપે છે. શ્રીમના દાદાજી ૯૮ વર્ષની વયે ગુજરી ગયા. પંચાણદાદા ગુજરી ગયા ત્યારે શ્રીમદ્દ દશ વરસના હતા.
સ્મશાને જતાં શ્રીમદે નનામીના મેઢા આગળ ચાલીને દેણી (અગ્નિ) ઉપાડી હતી. પગમાં તેમણે કાંઈ પહેર્યું ન હતું. તે વખતે પગમાં પહેરવાનો રિવાજ ન હતો.
રસ્તે ચાલતાં શ્રીમદને પગમાં લાંબી શૂળ ભેંકાઈ ગઈ પણ તેમણે એ વેદના તરફ લક્ષ જ ન આપ્યું.
અગ્નિસંસ્કાર પૂરું થયા પછી બધા માણસે ઘેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org