________________
જીવન સાધના
૨૧
કે, રાયચંદભાઈને ગઈ કાલે ઠપકો આપ્યો હતો તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં બધા વિદ્યાર્થીઓ ખેતરમાં ગયા છે એમ જાણી શિક્ષક ત્યાં ગયા અને શ્રીમદ્ રાજચંદ્રને સમજાવી નિશાળમાં પાછા લઈ
આવ્યા.
નાનપણથી જ શ્રીમમાં નવું જાણવાની, નવું સાંભળવાની અને નવું શીખવાની તથા તેના ઉપર મનન-ચિંતન કરવાની ભારે ટેવ હતી.
દશમે વર્ષે તે તેઓ ઘણા વિષયે ઉપર છટાદાર રસિક ભાષણે આપતા.
અગિયાર વર્ષની વયથી તેમણે રોપાનિયાંમાં લેખ લખવા માંડ્યા હતા અને ઈનામી નિબંધ લખી ગ્ય ઈનામ પણ મેળવ્યાં હતાં. તે જ વર્ષે સ્ત્રીકેળવણીની ઉપયોગિતા વિશે પણ એક નિબંધ તેમણે લખ્યું હતું.
બાર વર્ષની વયે ત્રણ દિવસમાં તેમણે ઘડિયાળ ઉપર ત્રણસે કડીઓ લખી કાઢી હતી. | તેર વર્ષની ઉંમરે શ્રીમદ્દ અંગ્રેજીને અભ્યાસ કરવા રાજકોટ ગયા. અંગ્રેજી અભ્યાસ તેમણે કેટલા વખત સુધી તથા ક્યાં સુધી કર્યો તેની કોઈ માહિતી મળી શકતી નથી. પરંતુ ૨૨મા વર્ષમાં લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું છેઃ
“શિશુવયમાંથી જ એ* વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો
“વિવેક વૈરાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org