________________
૧૬
શ્રીમનાં સ્મારકો
શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ: સંવત ૧૫૬ના પર્યુષણ પર્વ ઉપર શ્રીમદની વઢવાણ કેમ્પમાં સ્થિતિ હતી. તે વખતે તેઓશ્રીની શરીર પ્રકૃતિ અસ્વસ્થ હોવાથી ઘણા ગુણાનુરાગીઓને સમૂહ ત્યાં મળ્યો હતે. આ પ્રસંગે શ્રીમની એવી ઈચ્છા થઈ કે ચિરકાળ ટકી શકે એવું કાંઈક જ્ઞાનપ્રચારનું કાર્ય થાય તે સારું. એ ઈચ્છા ભેગા મળેલા ગુણાનુરાગી ભાઈઓએ ઉપાડી લીધી અને તે જ વખતે એક ફાળે ઊભે કર્યો. થોડાક જ વખતમાં લગભગ રૂ. ૯,૦૦૦ ભરાઈ ગયા. આ ફાળાની યોગ્ય વ્યવસ્થા કરવા તે નાણાં શ્રીમને બધાએ મળી અર્પણ કર્યા. શ્રીમદે તેની એક ટીપ તૈયાર કરાવી. તે ટીપ મુંબઈ શા. રેવાશંકર જગજીવનના નામથી ચાલતી પેઢી ઉપર મેકલી આપી.
આ રીતે આ મંડળની સ્થાપના થઈ. શ્રીમની ઈચ્છા અનુસાર એનું નામ “પરમશ્રુત પ્રભાવક મંડળ પાડવામાં આવ્યું. પરમશ્રુત પ્રભાવક મંડળ એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org