________________
૨૨૪
શ્રીમદ રાજચંદ્ર ઉત્કૃષ્ટ જ્ઞાનને ઉત્કર્ષ કરનાર મંડળ–લેકસમૂહમાં ઉત્કૃષ્ટ જ્ઞાનને ફેલાવે કરનાર મંડળ.
“પરમ શ્રુત પ્રભાવક મંડળ”ની યોજના નિશ્ચિત સ્વરૂપ પકડે એ પહેલાં જ શ્રીમદ્દ દેહવિલય થયે. ત્યાર પછી જૈન ભંડારનાં મૂળ પુસ્તક મેળવીને ભાષાંતર કરવાનું કામ બની શકે તેમ નહિ હેવાથી, શ્રી વીતરાગશ્રતના સિદ્ધાંત પૈકી ન્યાય અને તત્વ વિષયક ગ્રંથની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી દ્વિમાસિકને બદલે અમુક વખતને અંતરે આખા ગ્રંથે પ્રગટ કરવાનું શરૂ થયું. આ પ્રમાણે બહાર પડતાં પુસ્તકને શ્રીમદ્દના સ્મારકરૂપે શ્રી રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા” એવું નામ આપવામાં આવ્યું. સ્વ. રેવાશંકરભાઈ જગજીવનદાસના મંત્રીપણું નીચે આ સંસ્થાએ અનેક ઉત્તમ ગ્રંથે દ્વારા જનસમાજમાં અલભ્ય એવાં પુસ્તકના અભ્યાસની વૃદ્ધિ કરી છે.
શ્રીમની હયાતીમાં તેઓશ્રીને જુદે જુદે પ્રસંગે મુમુક્ષુ ભાઈઓ તથા મુનિશ્રીઓ વગેરે તરફથી ભિન્નભિન્ન વિષયે અંગે પૂછેલા પ્રશ્નોના જવાબના પત્રને સંગ્રહ ખંભાત અને અમદાવાદના મુમુક્ષુભાઈઓએ કરેલ તથા શ્રીમની રચેલી ભાવનાબેધ, ક્ષમાળા, આત્મસિદ્ધિ ઈત્યાદિ કૃતિઓ વગેરે સામગ્રીને એકત્રિત કરી તેમ જ સંશોધિત કરાવી “શ્રીમદ્ રાજચંદ્ર” નામને એક બૃહદગ્રંથ આ મંડળે છપાવી પ્રસિદ્ધ કર્યો છે એ પણ શ્રીમનું એક અદ્દભુત સ્મારક જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org