________________
२२२
શ્રીમદ્ રાજચંદ્ર હતું. કેઈ શ્રીમદની વાત કાઢે તે તેમની આંખો આસુંથી છલકાઈ જતી.
આમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી સૌનાં અંતઃકરણમાં વ્યાપી ગયા હતા. એવા મહાન સદ્દગુરુને દેહવિલય થતાં સૌનાં હૃદય આકુળવ્યાકુળ થયા વિના રહે જ શાનાં?
પરંતુ ત્યાં તે શ્રીમદે વીસ વર્ષની વયે એક પત્રમાં જે લખ્યું હતું તે આપણને હૈયાધારણરૂપ થઈ પડે છે અને શ્રીમદને પ્રેરક સંદેશ આપી જાય છેઃ
આત્મભાવમાં સઘળું રાખજે.
ધર્મધ્યાનમાં ઉપગ રાખજે. જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રને કંઈ હર્ષશેક કરવા યોગ્ય જ નથી.
પરમ શાંતિપદને ઇચ્છીએ એ જ આપણે સર્વસમંત ધર્મ છે; અને એ જ ઈછામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહે.
“ગચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહિ.”
અને આપણે આત્મા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પવિત્ર ચરણકમળ ભક્તિભાવપૂર્વક પ્રણામ કરતે પ્રાથી ઊઠે છેઃ
પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org