________________
જીવનસાધના
૨૨૧ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બાધબીજનું અપૂર્વ પણું, સમ્યક જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રશ્ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બેધ, સત્સંગની અપૂર્વતા. એ આદિ ઉત્તમત્તમ ગુણાનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવે આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તે આ કલમમાં અલ્પ પણ સમતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણગે આપનાં પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું ગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બાધબીજ મારું રક્ષણ કરે, એ જ સદેવ ઈચ્છું છું. આપે સદેવને માટે વિયેગની આ સ્મરણમાળા આપી તે હવે વિસ્મૃત નહિ કરું. - “ખેદ, ખેદ અને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી! રાત્રિદિવસ રડી રડીને કાઢું છું. કાંઈ સૂઝ પડતી નથી !'
આ જ સ્થિતિ શ્રીમના સૌ ભક્તજને તથા મુમુક્ષુજનની થઈ હતી. ધર્મનું મહાન અવલંબન અને પિષણ આપનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ્ સદ્ગુરુને વિગ દરેકને અસહ્ય થયા વિના ન જ રહે. - શ્રીમનાં ધર્મપત્ની ઝબકબા પિતાને કાળ એકાંતમાં, શ્રીમદે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. બહુ જ થોડા કાળમાં તેમને પણ દેહ છૂટી ગયે હતે.
શ્રીમનાં માતુશ્રી દેવમાતાનું હૈયું બહુ કમળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org