________________
જીવનસાધના
૧૯૧
આત્મા દેહથી ભિન્ન છે એ વિશે સદગુરુ પાસેથી સારી રીતે સાંભળ્યું હોય, બીજાને કહી પણ બતાવતે હોય, છતાં જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે તેવી
વન કરે નહિ ત્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ થાય નહિ અને મોક્ષને ગ્ય તે જીવ થાય નહિ.
આવે સદસવિવેક જીવ કરી શકે તથા આત્માની ' ઓળખ કરવા તરફ તે વળી શકે અને તેની અનુભૂતિ સાક્ષાત્ કરી શકે એ વસ્તુને લક્ષમાં રાખીને શ્રીમદે બહુ સરળતાથી સૂત્રાત્મક શૈલીમાં ૧૪૨ ગાથાઓમાં જે સાધ આપ્યું છે એ ખરેખર ચિરકાળ મનન કરવા યોગ્ય છે.
મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદે જે આત્મસ્વરૂપનું નિરંતર અપ્રગટપણે પિતાને વંદન હતું, તે આબાલવૃદ્ધ સૌ કઈ સમજી શકે એવી સરળ પ્રવાહી ભાષામાં “આત્મસિદ્ધિશાસ્ત્ર” દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું.
આવા ગૂઢ તત્ત્વને સરસ પદ્યમાં શબ્દારૂઢ કરીને સામાન્ય કક્ષાના મુમુક્ષુ જે પણ યથાશક્તિ સમજીને પિતાની આત્મોન્નતિ સાધી શકે એવી સરળ પણ ગંભીર પ્રઢ ભાષા દ્વારા આધુનિક યુગમાં કેવાં શાસ્ત્ર રચવાં જોઈએ તેને યથાર્થ આદર્શ આ શાસ્ત્ર રચીને શ્રીમદે રજૂ કર્યો છે. - તત્ત્વજ્ઞાનના મહાન પ્રશ્નોને આવી સરળ ભાષામાં વ્યક્ત કરવા એ ખરેખર મહાપ્રજ્ઞાવંતનું કાર્ય છે. શ્રીમદનાં બીજા બધાં લખાણ કરતાં “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના જુદી જ તરી આવે છે. ટૂંકા સરળ શબ્દો સહિત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org