________________
જીવનસાધના
૧૮૯
ઉપદેશ કરી અંતે મોક્ષમાર્ગ વર્ણવ્યું છે. એ પાંચ હજાર લેકને ગ્રંથ તેમણે છ દિવસમાં ર હતો. પરંતુ એ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેમ જ તે છપાયે હતે. કે કેમ તે પણ કહી શકાતું નથી.”
સત્તર કે અઢાર વર્ષની વયે શ્રીમદે લખેલા દાણાંતિક દોહરા લગભગ એંશી જેટલી સંખ્યામાં પ્રાપ્ત થયા છે જે “શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ ગ્રંથની પાંચમી આવૃત્તિમાં છપાયા છે. એ દેહરાઓમાં નીતિવ્યવહારની શિખામણ મુખ્ય છે. તે દરેક દેહરામાં ઘણું કરીને પ્રથમ સિદ્ધાંત જણાવી પછી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. દાખલા તરીકેઃ
ફરી ફરી મળી નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર.” વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર.” હેય સરસ પણ ચીજ તે, ગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘાંચાય?”. “બુદ્ધિપ્રકાશ” સામયિકમાં ઈ. સ. ૧૮૮૫માં શૂરવીરસ્મરણ” નામે શ્રીમદે લખેલા ચોવીસ સવૈયા છપાયા છે. તે ઉપરથી તેમની છટાદાર ભાષા, સદાર શૈલી અને કવિત્વને ખ્યાલ આવે છે. ઉદાહરણ તરીકે:
* આ ગ્રંથ અંગેનો માત્ર ઉલ્લેખ સં. ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી પુસ્તિકા “સાક્ષાત્ સરસ્વતી”માં મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org