________________
જીવનસાધના
છપાઈને પ્રસિદ્ધ થઈ. આટલે ચાર વર્ષને વિલંબ થાય તેમ હોવાથી અગાઉથી થયેલા ગ્રાહકોને શ્રીમદે “ભાવનાબેધ” પુસ્તક એ દરમ્યાન છપાવીને ભેટ આપ્યું હતું.
“ભાવનાબેધ” ગ્રંથ ટૂંકે છતાં વૈરાગ્યથી ભરપૂર છે. અધ્યાત્મજીવન ગાળવા ઇચ્છનારે જે બાર ભાવનાઓ જીવનમાં દઢ કરવાની છે, તે ભાવનાઓ રોચક દષ્ટાંતથી સમજાવી છે. કથાઓ દ્વારા ભાવનાઓનું વર્ણન આપેલું હેવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક આ નાનકડે ગ્રંથ બન્યું છે. સુપાત્રતા પામવાનું અને ક્રોધભમેહાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે. - શ્રીમદે આ ગ્રંથના ટૂંકા ઉદ્દઘાતમાં ખરું સુખ, મહાત્માઓને બોધ અને ખાસ કરીને ભગવાન મહાવીરને માનવા ગ્ય બોધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મેક્ષમાળામાં “બાર ભાવના” વિશે લખેલો પાઠ મૂક્યો છે. પછી બંને ગ્રંથનું પ્રજન ટૂંકમાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છેઃ
ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષે કંઈ ઓછા થયા નથી, તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકના ધુરંધર પ્રવચને આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કમળ કરવા આવા ગ્રંથનું પ્રજન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org