SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પરલેકમાં નીચ ગતિએ જાય છે. તમને એક એ પણ ભલામણ છે કે, જેને વાંચતાં નહિ આવડતું હોય, અને તેની ઈચ્છા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું. તમારા આત્માનું આથી હિત થાય; તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે; તમે પોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ; એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.” આ રીતે શ્રીમદે પોતે જ આ પુસ્તકનું મહત્ત્વ વિશદતાથી દર્શાવ્યું છે. વળી શ્રીમદે એકવાર વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કેઃ “મોક્ષમાળા” રચી તે વખતે અમારે વિરાગ્ય ગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલ છે તેવું હતું અને તમામ જૈન આગમ સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે અભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહિ તેની અમને સ્મૃતિ રહેતી નહિ.” એ ઉપરથી પણ આ પુસ્તકની મૂલ્યવત્તાને સુજ્ઞ વાચકને સહેજે ખ્યાલ આવી શકે એમ છે. કથાઓ અને ઉદાહરણથી રેચક બનાવેલા ૧૦૮ શિક્ષાપાઠનું ભાવપૂર્વક મનન-ચિંતન આપણું જીવનને મેક્ષાભિલાષી બનાવવામાં સહાયરૂપ થાય એમ છે. ભાવનાબેધ” પુસ્તક સં. ૧૯૪રમાં શ્રીમદે રચ્યું હતું. મેક્ષમાળા” સં. ૧૯૪૦માં લખાઈ અને સં. ૧૯૪૪માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy