________________
૧૪ શ્રીમની અમૃત પ્રસાદી
શ્રીમદ્ રાજચંદ્રનું સમગ્ર જીવન આપણને પ્રેરણાદાયી છે જ. પરંતુ તેમની આત્મિક આત્યંતર અવસ્થાને નિચોડ તે તેમનાં પ્રેરક લખાણોમાં જ મૂર્ત સ્વરૂપ પામે છે. એ જ કૃપાળુદેવની અમૃત પ્રસાદી સમાન છે. એમને જીવનસંદેશ જીવનમાં ઉતારવા માટે એમનાં વિપુલ લખાણનું નિષ્ઠાપૂર્વક નિત્ય મનન અને અનુશીલન કરવું જોઈએ.
શ્રીમનાં લખાણોને “શ્રીમદ્ રાજચંદ્ર નામના બૃહદ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. તેમાં વયાનુક્રમે શ્રીમનું સમસ્ત આંતર જીવન આપણી આગળ તાદશ ખડું થાય છે. આપણી ભાષામાં, કેઈ સાધકના આંતર જીવનની નોંધોનાં આવાં પુસ્તકો બહુ ઓછાં છે. એ દષ્ટિએ “શ્રીમદ્ રાજચંદ્ર બૃહદ ગ્રંથ આપણું સાહિત્યમાં અગત્યનું અનેખું સ્થાન પ્રાપ્ત કરે છે.
શ્રીમદની સ્વતંત્ર કૃતિઓ, અનુવાદાત્મક કૃતિઓ, જિજ્ઞાસુઓને તેઓના પ્રશ્નોના ઉત્તરરૂપે અથવા અન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org