SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના શ્રીમદ્દ સં. ૧૫રમાં પિટલાદથી કાવિઠા પધાર્યા હતા. એક દિવસ ઝવેર શેઠને મેડે શ્રી પ્રાગજીભાઈ નામના એક ભાઈએ શ્રીમને બેધ સાંભળીને શ્રીમને કહ્યું: ભક્તિ તે ઘણીચે કરવી છે. પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેથી શું કરીએ? લાચાર છીએ!” શ્રીમદે પૂછ્યું: તમારા પેટને અમે જવાબ દઈએ તો?” એમ કહીને શ્રીમદે ઝવેર શેઠને ભલામણ કરતાં કહ્યું: તમે જે ભોજન કરતા હો, તે એમને બે વખત આપજે ને પાણીની મટકી આપજે અને આ અપાસરાના મેડા ઉપર બેઠાબેઠા ભક્તિ કરે; પણ શરત એટલી કે નીચે કોઈને વરઘેડે જાતે હેય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય, તો પણ બહાર જવું નહિ. સંસારની વાત ન કરવી. કેઈ ભક્તિ કરવા આવે તે ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહિ. તેમ સાંભળવી નહિ.” પ્રાગજીભાઈ એ સાંભળીને બેલી ઊઠયાઃ એ પ્રમાણે તે અમારાથી રહેવાય નહિ!” એટલે શ્રીમદ્દ બોલ્યાઃ આ જીવને ભક્તિ કરવી નથી, એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કે ભૂખે મરી ગયે? જીવ આમ છેતરાય છે!” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy