________________
જીવનસાધના
૧૬૭.
શ્રીમદ્ બેલ્યાઃ
એમને દૂધપાક પીરસવે રહેવા દે. એમને નાનીનાની વસ્તુઓને ત્યાગી પિતાની મહત્તા વધારવી છે, પણ ખરેખરી રસપષક વસ્તુનો ત્યાગ કરે નથી!”
૨૨ એક દિવસ કેટલાક ભાઈએ શ્રીમદ્દ સાથે નીચે ગાદી પર બેસીને ધર્મચર્ચા કરતા હતા. તે વખતે દામનગરના એક વણિક શેઠ આરામ ખુરશી પર પડ્યાપડયા બીડી પીતા હતા. તેણે ત્યાં બેઠાં બેઠાં કંઈ તુક્કો સૂઝતાં શ્રીમને પૂછયું:
રાયચંદભાઈ, મેક્ષ કેમ મળે?” શ્રીમદ્ બેલ્યાઃ
તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો તે જ સ્થિતિમાં હાથ કે પગ કઈ પણ હલાવ્યા ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ તે તમારે અહીંથી સીધે મોક્ષ થઈ જશે.”
આ સાંભળીને તે શેઠ સાહેબ સફાળા ઊભા થઈ ગયા અને બીડી બહાર નાખી દઈ શ્રીમદ્દ પાસે આવીને ધર્મવાર્તા સાંભળવા બેસી ગયા.
એક વાર કાવિઠાવાળા શા. ઝવેરભાઈ ભગવાનભાઈએ શ્રીમને પૂછયું:
“સમકિતી* કેમ કરીને ઓળખાય?”
* જેને સમક્તિ -સમ્યગ્દર્શન – આત્મજ્ઞાન થયું છે એવી વ્યક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org