________________
૧૬૨
શ્રીમદ્ રાજચંદ્ર આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પિતાનું નામ “કાશી” પાડયું છે એની સમજણના સંસ્કારે તે
ડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે ના, હું તે કાશી છું. આવી બાળદશા છે!”
૧૪. દિગંબર પંડિત શ્રી ગોપાળદાસજી બરિયાએ એક વખત શ્રીમદ્ દિગબર મંદિરમાં સ્વાધ્યાય કરતા હતા ત્યારે, વિનંતી કરી: ““ગમટ્ટસાર”ના અનુવાદમાં જે ત્રુટિઓ જણાય છે, તે પૂરી કરી દેશે?”
શ્રીમદ્દ બોલ્યાઃ “અમે તે શાસ્ત્ર માત્ર આત્માને અર્થે વાંચીએ છીએ.”
૧૫ એક વખત મુનિશ્રી લલ્લુજીએ વાતચીતમાં શ્રીમદને કહ્યુંઃ “મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધમાતા, બે બૈરી, એક પુત્ર આદિને ત્યાગ કરી દીક્ષા લીધી છે.”
તેમના ત્યાગને ગર્વ ગાળી નાખવા શ્રીમદ્ તડૂકીને બોલી ઊઠયાઃ
“શું ત્યાખ્યું છે? એક ઘર છોડીને કેટલાં ઘર (શ્રાવકેનાં) ગળે નાખ્યાં છે? એ બે સ્ત્રીને ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દષ્ટિ ફરે છે? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે?
આ સાંભળીને શ્રી લલ્લુજીને પિતાના દોષ પ્રગટ દેખાયાથી એટલી બધી શરમ આવી ગઈ કે જાણે ભય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org