SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૧૦ના આસો વદ એકમને દિને પ્રતિષ્ઠિત વેલાણી ભાવસાર કુટુંબમાં થયે હતે. પિતાશ્રીનું નામ કૃષ્ણદાસ અને માતુશ્રીનું નામ કસલાબા હતું. જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયેલું અને ચાર માતાઓ વચ્ચે એક જ પુત્ર હોવાથી ઘણું લાડથી તે ઊછરેલા. - થોડું ભણ તેમણે શાળા છોડી દીધી. યુવાવસ્થામાં તેમણે બે વાર લગ્ન કરેલાં, પણ પુત્ર થયેલ નહિ. ત્યાં એકાએક તેમને પાંડુરોગ થયો. ઘણા ઉપચાર કર્યો, પણ મચ્યો નહિ અને ધર્મના સંસ્કાર જાગ્યા, તેથી સંકલ્પ કર્યો કે રોગ મટે તે દીક્ષા લેવી. રેગ દૂર થયો અને તેઓ દીક્ષા લેવા તત્પર થયા. પરંતુ તેમની માતાએ પુત્ર થાય પછી રજા આપવા જણાવ્યું. ત્યાર બાદ પુત્રને જન્મ થયે અને તે એક મહિનાને થયે એટલે દેવકરણજી નામના પિતાના ભત્રીજા સાથે સં. ૧૯૪૦માં ખંભાત મુકામે શ્રી હરખચંદજી મુનિ હસ્તક દીક્ષા લીધી. - દીક્ષા લીધા પછી શાસ્ત્રનું તેમણે પઠન પાઠન કરવા માંડયું તથા એકાંતરા ઉપવાસ આદિ ઉગ્ર પુરુષાર્થ આદર્યો. શ્રી લલ્લુજી વિવેકી અને વિનયશીલ હોવાથી ગુરુને તેમ જ અન્ય સૌ સાધુઓને માન્ય ગણાતા. પરંતુ તેમણે જે આત્માની શાંતિ મેળવવા ધારી હતી તે મળી નહિ તેમ જ શાસ્ત્ર વાંચતાં કેટલીક શંકાઓ ઊઠતી તેનું સમાધાન થયું નહિ. એમ પાંચ વર્ષ વ્યતીત થઈ ગયાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy