________________
૧૪૨
શ્રીમદ્ રાજચંદ્ર આમ, સમય જતાં ગાંધીજીને શ્રીમદ્ સાથેનો પ્રત્યક્ષ પરિચય ગાઢ બનતે ગયે હતું. ગાંધીજી શ્રીમદ્ પ્રત્યે આદરના ભાવથી જોતા હતા. ધીમેધીમે શ્રીમદ્ પ્રત્યે એમને ભક્તિભાવ પણ ઉદ્ભવ્યું હતું અને એમના આધ્યાત્મિક અને ચારિત્ર્યશીલ જીવનને પ્રભાવ ગાંધીજીના ચિત્ત પર એટલે સુધી પડેલો કે, એકવાર ગાંધીજીને પણ થયું હતું કે, “હું એમને મારા ગુરુ બનાવું.”
શ્રી અંબાલાલ લાલચંદ આપણે આગળ જોઈ ગયા છીએ કે શ્રી જૂઠાભાઈએ ખંભાતના શ્રી અંબાલાલભાઈ વગેરેને શ્રીમદની વાત કહી હતી અને પત્રો બતાવ્યા હતા. અંબાલાલભાઈ વગેરેને આથી શ્રીમનાં દર્શન કરી પ્રત્યક્ષ સમાગમમાં આવવાની તીવ્ર ઈચ્છા થઈ. શ્રી જૂઠાભાઈએ તેઓને સલાહ આપી કે, પ્રથમ શ્રીમની આજ્ઞા મેળવ્યા બાદ મળવા જવાનું રાખજે. - ખંભાત આવીને અંબાલાલભાઈ વગેરેએ શ્રીમદને મુંબઈ પત્ર લખી મળવા માટેની આજ્ઞા માગી. પાંચ છ પત્રે પછી શ્રીમદે આવવાની હા કહી, ત્યારે ત્રિભવનભાઈ સાથે અંબાલાલભાઈ મુંબઈ ગયા અને શ્રીમદને મળ્યા. - ત્યાર બાદ અંબાલાલભાઈની વિનંતીથી શ્રીમદ્દ સં. ૧૯૪૬ના આસે માસમાં ખંભાત આવ્યા. શ્રી લાલચંદભાઈ શ્રીમને સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા. મુનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org