________________
જીવનસાધના
૧૪૩
શ્રી લલ્લુજી મહારાજ વગેરે મુનિઓને પણ શ્રીમદને અહીં પ્રથમ પરિચય થયે હતે.
અંબાલાલભાઈ શ્રીમથી બે વર્ષ નાના હતા. તે પૂર્વના સંસ્કારી, ઉત્તમ ક્ષયશમવાળા, સેવાભાવી અને એકનિષ્ઠ ભક્તિવાળા હતા.
સં. ૧૯૪૬ના સમાગમ પછી તેમનું જીવન શ્રીમદ્દમય બની ગયું હતું. શ્રીમદ્ સાથે તેમને પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતે. શ્રીમદ્દના ઉપદેશ અનુસાર તેમણે પિતાને સમય ગાળી જીવનને શ્રેયમાર્ગે વાળ્યું હતું. દરેક બાબત તે શ્રીમદને પુછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા. એ રીતે બેડા જ વખતમાં અંબાલાલભાઈ શ્રીમના એક અંતેવાસી જેવા બની ગયા.
શ્રીમદ્દ જ્યારે ચારેતરમાં આવતા ત્યારે તે એમની સાથે રહી બધી વ્યવસ્થા કરતા. શ્રીમની તેમ જ અન્ય મુમુક્ષુઓ આવે તેમની અંબાલાલભાઈ તનમનધનથી નિષ્ઠાપૂર્વક સેવા કરતા.
શ્રીમદ્દ જે બેધ કરે તે અંબાલાલભાઈ આઠ દિવસે પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની ધારણાશક્તિ શ્રીમદે વખાણી હતી. સં. ૧૫રમાં કાવિઠા, રાળજ, વડવા, ખંભાત, આણંદ, નડિયાદ સ્થાને થયેલ શ્રીમદને બંધ “ઉપદેશછાયા” નામે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયે છે, એ અંબાલાલભાઈની નેંધ છે જે શ્રીમદની નજર તળે આવી ગયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org