________________
પુરોવચન લોકોત્તરની જીવનચર્યા
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति।
શ્રીમદ્ રાજચંદ્ર જેવા પુરુષવિશેષની ચરિતકથા લખવી દુષ્કર છે. ઇન્દ્રિયદર્શનાવલંબી આપણું બુદ્ધિ ખ્યાલ કરી શકે, સમજી શકે અને સ્વીકારી શકે એવી મહત્તા-વિશેષતા એમના ચરિતમાં નથી એમ નથીઃ જેમકે એમની અસાધારણ સ્મૃતિ, લઘુવયમાં પ્રજ્ઞા પરિપાક, વ્યવહારનીતિને આગ્રહ, કાર્યકુશળતા, શાસ્ત્રનિપુણતા, ગુજરાતી ગદ્યમાં મૌલિક પ્રભુત્વ, સદાચરણનિષ્ઠા, સત્યશોધકતા, વૈરાગ્ય, આત્માનાં મનન, શ્રવણ અને નિદિધ્યાસન, તદર્થ નિવૃત્તિઉત્સુકતા, નિર્ભયતા ઈત્યાદિ. આ બધા ગુણે વ્યક્ત કરતા પ્રસંગો, ઘટના, સમાગમોનાં પણ પ્રામાણિક વર્ણન કરવા, સહેલાં નહિ પણ, શક્ય તે છે જ.
પણ શ્રીમના આ બધા આવિર્ભાવો ઉપરાંત બીજા કેટલાક આવિર્ભાવોને –જે અપેક્ષાએ બાહ્ય કહેવાય એવા આવિર્ભાવોની મૂલશક્તિ જેવા છે અને જેમનું વર્ણન તેમના પોતાના શબ્દોમાં થયેલું છે તેમને– સમજવા એ દુષ્કર, અત્યન્ત દુષ્કર છે. તેમને
સ્વીકારવાને પ્રશ્ન તે તેમને સમજયા પછી આવે-અથવા તે બુદ્ધિતર્કને શાન્ત કરી કેવળ શ્રદ્ધાને વિષય બને. ઉ. ત, ““પુનર્જન્મ
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org