________________
જીવન-સાધના
૧૦૫
પરંતુ શ્રીમને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી અંબાલાલભાઈ રઈને સામાન, ગાદલાં, વાસણ વગેરે લાવ્યા હતા એ બધું લઈ જવાની શ્રીમદે આજ્ઞા કરી, માત્ર તીલાલભાઈને સેવામાં રાખ્યા.
અંબાલાલભાઈ બંગલે ખાલી કરી બધે સામાન ગાડામાં ભરાવી નડિયાદ લઈ ગયા. મોતીલાલભાઈએ પિતાને માટે એક ગાદલું રખાવ્યું હતું, તે અને પાણીના લેટા સિવાય બીજું કશું રાખ્યું ન હતું.
શ્રી અંબાલાલભાઈ મેતીલાલભાઈને સૂચના આપતા ગયા કે, “રાત્રે બેત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજો.”
શ્રીમદ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડાદશ વાગ્યે રાત્રે આવ્યા. મોતીલાલભાઈ એ ઓસરીમાં હીંચકે હતે તેના ઉપર પેલું ગાદલું પાથયું હતું, તે જોઈને શ્રીમદે પૂછયું: “ગાદલું ક્યાંથી લાવ્યા?”
મેતીલાલભાઈએ કહ્યું: “મારે માટે રખાવ્યું હતું તે પાથર્યું છે.'
શ્રીમદ્ કહેઃ “તમે તે ગાદલું લઈ લે.”
મોતીલાલભાઈ એ ઘણે આગ્રહ કર્યો એટલે શ્રીમદે ગાદલું રહેવા દીધું. - ડીવાર પછી મેંતીલાલભાઈ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણું લાગ્યા! તેથી એક ધેતિયું શ્રીમદ્ ઉપર ઓઢાડી પાછા તે અંદર જઈ સૂઈ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org