________________
૧૦૬
શ્રીમદ્ રાજચંદ્ર વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલભાઈ આવ્યા, ત્યારે ધોતિયું નીચે પડેલું; અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા! તેથી ફરી ઓઢાડી તે અંદર જઈ સૂઈ ગયા.
આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા.
બીજે દિવસે શ્રીમદ્દ જંગલમાં ગયા હતા ત્યાંથી બે કલાકે પાછા ફર્યા.
થોડીવાર પછી મેંતીલાલભાઈએ પૂછયું: “ખાવાપીવા માટે કેમ કરીએ?” - શ્રીમદે કહ્યું: “તમે નડિયાદ જાઓ, તમારાં બાઈને નવરાવીને રોટલી અને શાક કરાવજો. વાસણ લેખંડનું વાપરે નહિ; અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખે નહિ તેમ જણાવજે.”
મોતીલાલભાઈ નડિયાદ ગયા અને કહેલી સૂચના પ્રમાણે જેટલી અને શાક તૈયાર કરાવ્યાં. અંબાલાલભાઈ નડિયાદમાં જ હતા. તેમણે ચૂરમું વગેરે રસેઈ તિયાર કરાવી મૂકી હતી. પરંતુ આજ્ઞા થઈ હતી તે પ્રમાણે દૂધ અને ઘીમાં બનેલી રસેઈ તે બંગલે લાવ્યા.
મેતીલાલભાઈ આમ રોજ નડિયાદ ખાઈને આવતા શ્રીમદને માટે શુદ્ધ આહાર લેતા આવતા. મોતીલાલભાઈએ પણ એક જ વખત આહાર લેવાનું રાખ્યું હતું, જેથી પ્રમાદ ઓછો થાય.
સાંજની વેળાએ શ્રીમદ્ બહાર એકલા દૂર સુધી ફરવા જતા અને રાતે દશેક વાગ્યે પાછા આવતા. કેઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org