________________
૧૦૪
શ્રીમદ્ રાજચંદ્ર જે કઈ મુમુક્ષુ ભાઈઓ તેમ જ બહેને તમારી પાસે આત્માર્થ સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતનાં સાધન બતાવવાં
૧. સાત વ્યસનના ત્યાગને નિયમ કરાવે. ૨. લીલોતરીને ત્યાગ કરાવો. ૩. કંદમૂળનો ત્યાગ કરાવે. ૪. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરાવ. “૫. રાત્રિભેજનો ત્યાગ કરાવ. ૬. પાંચ માળા ફેરવવાને નિયમ કરાવો. ૭. મરણ બતાવવું. ૮. ક્ષમાપનાને પાઠ અને વીસ દેહરાનું પઠન - મનન નિત્ય કરવા જણાવવું. ૯ સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન કરવા
જણાવવું.” વસોમાં ભાઈ મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રીમની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આજુબાજુમાં કઈ એકાંત સ્થળ રહેવા ગ્ય હોય તેની તપાસ શ્રીમદે કરાવી હતી. નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલે મળી શકે એવી ગઠવણ થઈ. એટલે અંબાલાલભાઈ, લહેરાભાઈ અને મોતીલાલભાઈ એ ત્રણની સાથે શ્રીમદ્ ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કેઈને ત્યાં આવવાની મનાઈ કરી હતી.
પંદર દિવસ સુધી અંબાલાલભાઈ સેવામાં રહ્યા અને બધી વ્યવસ્થા પિતે કરી લેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org