________________
જીવનસાધના
૧૦૩
૧૦૩
એક માસ અહીં રહે તે સારું શ્રીમદ્ મૌન રહ્યા.
શ્રી લલ્લુજી વસે ગામના મોટા મોટા લેકેને ત્યાં આહારપાણી લેવા જતા, ત્યારે બધાને તેઓ કહેતા કે,
મુંબઈથી એક મેટા મહાત્મા આવ્યા છે, તેઓ મેટા વિદ્વાન છે. તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશે તે બહુ લાભ થશે.”
એટલે ઘણા માણસે શ્રીમદ્ પાસે આવવા લાગ્યા. આ જોઈને શ્રીમદે શ્રી લલ્લુજીને કહ્યું: “તમારે મુનિઓએ બધા આવે ત્યારે ન આવવું.” ' આ સાંભળીને શ્રી લલ્લુજીને ઘણો પસ્તાવો થયે . કે, એક માસના સમાગમની માગણી કરી હતી. પણ આમ અંતરાય આવી પડ્યો!
શ્રીમદ્ વનમાં બહાર જતા ત્યારે બધા મુનિઓ વગેરેને જ્ઞાનવાર્તાને લાભ મળતો. વસેથી એક માઈલના અંતર પર આવેલા ચરામાં બેસી શ્રીમદ્દ જ્ઞાનવાર્તા વગેરે કરતા.
એક માસ પૂર્ણ થયે, ત્યારે મુનિઓને જાગ્રત રહેવાનું સૂચવતાં શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું:
હે મુનિઓ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરે છે. પણ જ્ઞાની પુરુષ નહિ હોય ત્યારે પશ્ચાત્તાપ પામશે. પાંચ, પાંચસે ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીને સમાગમ થશે નહિ.”
શ્રીમદ્ રાજચંદ્ર શ્રી લલ્લુજીને જણાવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org