________________
૭૬
શ્રીમદ્ રાજચંદ્ર
“ “આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાની છે. યેગ્ય વર્તીએ છીએ કે અગ્ય એને કંઈ હિસાબ રાખે નથી.
આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મેક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયું છે. આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમ-ખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વને દોષ અમને છે કે હરિને છે, એ ચક્કસ નિશ્ચય કરી શકાતું નથી.
એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ–જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટતું નથી.
પ્રભુની પરમ કૃપા છે. અમને કેઈથી ભિન્ન ભાવ રહ્યું નથી; કેઈ વિશે દેષબુદ્ધિ આવતી નથી..... સિદ્ધાંતજ્ઞાન” અમારા હૃદયને વિશે આવરિતરૂપે પડયું છે. હરિ ઈચ્છા જે પ્રગટ થવા દેવાની હશે તો થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org