________________
જીવન-સાધના
૭૫
વિના અમને કંઈ ગમતું નથી અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે તે કેઈથી કળાય તેવું નથી. - “અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમને કંઈ નિયમ રાખે નથી; જાતભાતને કંઈ પ્રસંગ નથી અમારાથી વિમુખ જગતમાં કઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહિ મળતાં ખેદ રહે છે, સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી; શબ્દાદિક વિષય અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી—અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી; પિતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે.
જેમ હરિએ ઈરછે કેમ દેરે તેમ દેરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચ ઇંદ્રિ શૂન્યપણે પ્રવર્તાવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી, કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયેગ્ય ભાન રહ્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org