________________
માંસાહાર કદી પણ સુસ ગત થઈ ન જ શકે. દયાના વિસ્તારને કોઈ છેડો હેઈન શકે.
આ નિરામિષાહારપરાયણ જીવનવૃત્તિ આત્માના ગુણવિકાસને અનેક રીતે ઉપકારક છે. એમ છતાં અહિંસાની સાધના એ જેનું જીવનલક્ષ્ય છે. તેણે માત્ર નિરામિષાહારથી સંતોષ માનવાની જરૂર નથી. નિરામિષ આહાર અહિંસાની ઉપાસનાનું એક અંગ છે. નિરામિષાહારી અન્ય માનવી સાથેના વર્તાવમાં ઘણી વખત અપ્રમાણિક, સ્વાથી, દુષ્ટ, નિકુર જોવામાં આવે છે. જ્યારે અન્ય માનવી માંસાહારી હોવા છતાં માનવસમાજ સાથેના વ્યવહારમાં સરળ, નમ્ર, દયાળુ દેવામાં આવે છે. આનું કારણ એ છે કે આપણી અહિંસાવૃત્તિ-દયાની ભાવના–જેટલા ક્ષેત્રને સ્પર્શે છે, તેટલા ક્ષેત્ર પૂરતે આપણો વર્તાવ કૂણો–દયા બને છે. તેથી ઇતર ક્ષેત્રમાં એ કૂણાપણું જોવામાં આવતું નથી. પશુદયા ઉપર ખૂબ ભાર મૂકનાર. લોકે ઘણી વખત માનવી સાથેના વ્યવહારનો ઊંડાણથી વિચાર કરતા જોવામાં આવતા નથી. તદુપરાન્ત પશુદયા એટલે પશુની. પ્રાણીઓની હિંસા ન કરવી એટલી મર્યાદિત સમજણ તેમનામાં ઘણી વખત જોવામાં આવે છે, પણ જીવતા પશુઓ સાથેના વ્યવહારમાં તેમના તરફ નિકુરતા-ક્રરતા દાખવવામાં આવતી માલૂમ પડે છે. માનવીના. આવા અહિંસાવિષયક વર્તનમાં અસંગતિઓ પેદા થવાનું કારણ એ છે કે અહિંસાને સર્વાગી ખ્યાલ તદનુરૂપ વિવેકભર્યું આચરણ ભાગ્યે જ કોઈ માનવીમાં પૂર્ણપણે પ્રગટેલું જોવામાં આવે છે, કઈ એક બાબત ઉપર ખૂબ ભાર મૂકે છે, તે બીજે બીજી બાબતને વધારે મહત્ત્વની ગણે છે. શાકાહારી કુટુંબમાં જન્મેલી વ્યક્તિને માંસાહારને ભાગ્યે જ ખ્યાલ આવે છે. માંસાહારી કુલપરંપરામાં જન્મેલ માનવીને માંસાહારમાં ભાગ્યે જ કોઈ અનૌચિત્ય ભાસે છે. એવી જ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org