SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. લેકે માંસાહારી છે, પશુ, પંખી, મચ્છી માનવીના ઉપભોગ માટે સરજાયાં છે. શરીરમાં અનાજ કરતાં માંસ વધારે જલદીથી મળી જાય છે, એકરૂપ થાય છે. પશુઓ પ્રત્યે આવી દયા કરુણાની વાત કરવી એ એક પ્રકારની લાગણીવિવશતા છે. હૃદય કહે છે કે “માનવિતર સૃષ્ટિને કેવળ ભોગપભોગની દૃષ્ટિએ જેવી એ બરાબર નથી. મારી માફક અન્ય જીવોને પણ જીવવાનો-સહઅસ્તિત્વનો એટલો જ અધિકાર છે. મને કોઈ ઈજા પહોંચાડે, મારે કઈ ધાત કરે તે તે મને ગમતું નથી. આ હું જાણું છું અને તેથી તેમની સાથેના વ્યવહારમાં હું તેમની લાગણીઓની ઉપેક્ષા કરી શકું તેમ નથી. પ્રેમ જે મારો સ્વભાવધર્મ છે તે માત્ર માનવસમાજ પૂરતો પર્યાપ્ત નથી બની શકત પણ ભૂત માત્રને સ્પર્શવા – અપનાવવા – ઝંખે છે. આ વૃત્તિની હું અવજ્ઞા શી રીતે કરી શકું? દુનિયાના લોકો ગમે તેમ વર્તતા હોય, મારા સ્વભાવધર્મથી જે વિરુદ્ધ ભાસે છે તે મારાથી થઈ ન જ શકે. આવી જ રીતે વિજ્ઞાન કેવળ માનવલક્ષી રહ્યું છે. તે માનવીના ઉત્કર્ષ ખાતર, સ્વાર્થ ખાતર ગમે તેટલી હિંસા કરતાં અચકાતું નથી. આજે તે વિજ્ઞાન માનવસમાજનો સંહાર કરવા જાણે કે તત્પર થયું હોય એવી ભયાનક પરિસ્થિતિ તેણે ઊભી કરી છે. ધર્મ સમગ્ર સજીવ સૃષ્ટિ સાથે તાદામ્ય સાધવાનું કહે છે. તેમાં પણ જેકે માનવી મુખ્ય સ્થાને છે, અને હોવો જ જોઈએ, એમ છતાં પણ માનવેતર સજીવ સૃષ્ટિની ઉપેક્ષા કરવાનું તે કદી પણ શિખવતું નથી. ધર્મ દ્વારા પ્રરૂપિત દયા, અહિંસા નાનામાં નાના જીવને સ્પર્શવા, રક્ષવા ઈચ્છે છે. આ હિંસાનિર્ભર જગતમાં સંપૂર્ણ અહિંસક જીવન ભલે શકય ન હોય તે પણ ધર્મનું લક્ષ્ય સર્વ જીવો પ્રત્યે કોમળતા દાખવવાનું, સર્વ ભૂત વિષે મૈત્રી ચિન્તવાવાનું અને બને તેટલી ઓછી હિંસા વડે અને ઉપરની કેટિના છની રક્ષાપૂર્વક સમાજસુધારણા કરવાનું રહેલું છે. આ ધર્મવિચાર સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy