________________
પ
જીવનના ઇતિહાસમાં અહિંસાના વિચાર અને આચાર ઉત્તરાત્તર વિકાસ પામતા ગયા છે. માણસનુ' પ્રવ્રુત્તિક્ષેત્ર જેમ જેમ વ્યાપક બનતુ' ગયુ છે, તેમ તેમ તે ક્ષેત્રને અહિંસાના સંસ્કાર આપવાને માનવી પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ વાર તે આગળ વધ્યેા છે તે કાઈ વાર પાછળ પડ્યો છે, પણ અહિંસાતા હમેશાને માટે ત્યાગ કરીને તેણે અહિંસાની ગુલામી કદી સ્વીકારી નથી. જ્યાં અહિં`સાના વિચાર કે આચાર ને અવકાશ કે સ્થાન જ ન હોય એમ માનવામાં આવતુ' ત્યાં અહિંસા મા કરી રહી છે અને પોતાની પ્રભુતા સિદ્ધ કરી રહી છે. વ્યક્તિગત જીવનથી આગળ વધીને સમાજ તેમ જ રાજકારણના પ્રશ્નોને અહિંસા સ્પર્શી રહી છે. અને રાષ્ટ્રના નવવિધાનમાં અહિંસાના વિચાર પૂરા અવકાશ પામી રહેલ છે. આ જ વિચાર હજુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને સ્પર્શી શકયા નથી. આંતરરાષ્ટ્રીય પ્રજાસંઘની આગળ તે ફાલ્યા કે ફૂલ્યા નહિ, કારણ કે તે સઘના સૂત્રધારામાં કેવળ સ્વાર્થ અને હિ'સાવૃત્તિ ભરેલી હતી અને સુલેહ-શાંતિ-અહિંસાને માત્ર બાહ્યડંબર જ હતા. પણ કાળાન્તરે સાચા પ્રજાસ આવવાના જ છે અને તે વડે અહિંસાના સામ્રાજ્યની સ્થાપના થવાની જ છે. પણ તે ત્યારે જ બનશે કે જ્યારે પ્રત્યેક દેશમાં એક એક ગાંધી પાકશે. આજે ગાંધીજી એકલા છે, અને એક પરાધીન, નિઃશસ્ત્ર અને નિર્ધન દશામાં ડૂબેલા દેશના આગેવાન છે. આવતી કાલે સ્વાધીન અને સશસ્ત્ર દેશ પણ એક એક ગાંધીને જન્માવશે અને પોતપોતાના દેશની પ્રશ્નને અહિં સાના માર્ગ તરફ વાળશે એ દિવસ આવશે ત્યારે આજના સંહારક યુદ્દો ભૂતકાળના બની જશે અને પરસ્પરના હિતને પોષક એવી અન્યાન્ય સહકારી વિશ્વવ્યવસ્થા જન્મ પામશે.
એ સોનેરી યુગ જલ્દીથી
સમીપ લાવવા માટે આપણે શુ આ પ્રશ્ન જ આપણે હવે વિચારવા રહ્યો. સંપૂર્ણ હિંસા
કર એ ?
.
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org