________________
સારા છે તેમજ ખરાબ છે તે બનેને પિતાના સૂર્યનું સરખું અજવાળું આપે છે અને ન્યાયી અન્યાયી ઉંભય ઉપર વરસાદની એક સરખી મહેર વરસાવે છે. જે તમને ચાહતા હોય તેને તમે ચાહે એમાં તમે એવું મોટું પુણ્ય શું કર્યું ? અને તમારા ભાઈઓને જ તમે સલામ કરે તેમાં તમે બીજાથી વિશેષ શું કર્યું ? તમારી આસપાસના લોકો પણ શું એમ નથી કરતા? જેવી રીતે તમારે દિવ્ય પિતા પૂર્ણ છે તેવી જ રીતે તમારે પણ પૂર્ણ બનવું જોઈએ.
ખ્રીસ્તી ધર્મના કહેવાતા અનુયાયીઓએ આજ સુધી ગમે તેમ વર્તન કર્યું હોય અને આજે લડાઈના નામે ગમે તેટલી તેઓ હિંસા આચરી રહ્યા હોય, પણ ખ્રીસ્તી ધર્મને મર્મ તે ઉપર વર્ણવ્યો તે જ હતું અને છે અને મને હૃદયમાં ધારણ કરીને અનેક ખ્રીસ્તી સાધુ સતે આદર્શ જીવન જીવી ગયા છે અને સ્વપરનું કલ્યાણ સાધી ગયા છે. ખ્રિસ્તી ધર્મની દયા અહિંસા, મનુષ્ય કોટિ સુધી જ લંબાયલી જોવામાં આવે છે તેનું મૂળ તે તે ધર્મની સૃપ્રિનિર્માણને લગતી એક મુખ્ય માન્યતાને આભારી છે કે જે એમ પ્રરૂપે છે કે ઈશ્વરે પ્રથમ ચર-અચર દેખાતી જડ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને તેની અંદર દિવ્ય પ્રાણથી પ્રાણવાન એવા “આદમ” અને “ઇવ'ને મૂકયાં, જેમાંથી આ આખા માનવ સમાજનો વિકાસ થયો. આ માન્યતાઓ પશુપ્રાણીઓને આત્મતત્ત્વથી વંચિત બનાવ્યા અને તે કારણે માનવદયાના અધિકારી ઠરાવ્યા બીજી બાજુએ માનવસમાજનું કલ્યાણ અને સેવાને ખ્રીસ્તી ધર્મમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું. દીન, દુઃખી, દલિત, માંદા કાઢી આ, પતીઆની સેવા ઉપર જે ભાર પ્રસ્તી ધર્મ મુકે છે તે અન્ય ધર્મ સંપ્રદાયમાં જોવામાં આવી નથી.
પણ આ બધી દયા, પ્રેમ, વિશ્વબંધુત્વની વાતે મેટે ભાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org