SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જન્મ સાથે જ અહિંસાવૃત્તિને ઉદ્ભવ થયું, પણ એ અહિંસાવૃતિમાંથી સ્થાયી જીવનશાસ્ત્રનું નિર્માણ તે આપણા દેશમાં ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયથી જ થયું. તેવી જ રીતે દુનિયાના ઈતર ભાગમાં અહિંસાવૃત્તિને ઉદ્ભવ તે કંઈ કાળથી થયેલ, પણ ખ્રીસ્તી ધર્મના ઉદ્ભવે એ વૃત્તિને મનુષ્યજીનનું એક મહત્ત્વનું અંગ બનાવ્યું. એ ધર્મના ઉત્પાદક ઈસુબ્રીતે અહિંસામય જીવન જીવી બતાવ્યું અને એ સમયના લોકોને ભ્રાતૃભાવને સંદેશ આપે. તેમના ધર્મપુસ્તક બાઈબલના “જૈન” રચિત પ્રકરણમાં અપાયેલું “ગિરિપ્રવચન” પ્રેમ–સેવા-સમભાવની જ એક અપૂર્વ ગીતા છે. મેથ્ય રચિત પ્રકરણમાં પણ એક સ્થળે ઈસુખ્રિીસ્ત પિતાના અનુયાયીઓને ઉદેશીને કહે છે કે તમે આજ સુધી સાંભળતા આવ્યા છે કે કોઈ તમારી આંખ ફોડે તેની તમે આંખ ફેડી નાંખે અને દાંતને બદલે દાંત ખેંચી કાઢે. પણ હું તમને કહુ છું કે અન્યાયી કે અધમને સામને ન કરશે, તમને જે કઈ જમણા ગાલ ઉપર તમાચો મારે તેની સામે ડાબો ગાલ ધરે અને કાયદાથી લઠીને જે કોઈ તમારે કેટ લઈ લે તેને તમારી કામળી આપી દે અને જે તમને એક ગાઉ ઘસડીને લઈ જાય તેની સાથે બે ગાઉ ચાલે અને જે માંગે છે તેને આપે અને જે કઈ ઉધાર લેવા આવે તેને તમે પાછો ટાળો નહિ. આવી જ રીતે એ જ પ્રકરણમાં અન્યત્ર ઈસુખીસ્ત કહે છે તમને આજ સુધી કહેવામાં આવ્યું કે તમારા પડોશીઓને ચહાજે અને દુશ્મનને ધિક્કારજે, પણ હું તમને એમ કહું છું કે તમારા દુશ્મનને પણ તમે ચાહો. તમને જે શાપ આપે તેને આશીર્વાદ આપજેતમને તિરસ્કારે તેનું તમે ભલું કરજો અને તમારા વિષે મત્સરભાવ ચિત્તવે અને તમને ત્રાસ આપે તેના માટે પ્રાર્થના કરજે. આ રીતે જ જે પિતા સ્વર્ગમાં વસે છે તેને તમે ખરા પુત્ર બની શકશે, કારણ કે તેઓ તે જેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy