________________
અહિંસાની ઉત્ક્રાંતિ
ભૂતકાળના ગર્ભાગારમાં ઊંડે ઊંડે આપણે નજર નાખીએ છીએ તે અહિંસાનો વિચાર માનવામાં માનવતા પ્રગટી તે ઘડીથી પ્રાદુર્ભાવ પામ્યો હોય એમ માલૂમ પડે છે. એ ઘડી કઈ હતી તે તે આજ સુધીમાં શોધાયેલે ઈતિહાસ કહી શકે તેમ નથી. પણ એક કાળે એવી સ્થિતિ કલ્પી શકાય છે કે જયારે માનવી અને પશુ વચ્ચે માનવીની કર્મ કુશળતા સિવાય બીજે કશે પણ તફાવત નહિ હોય. જ્યારે માનવી મનુબેતર સૃટિન ફાવે તે ઉપભોગ કરતા હશે, એટલું જ નહિ પણ સશક્ત માનવી પોતાના સ્વાર્થ ખાતર અન્ય નિર્બળ આદમીઓ ઉપર પણ ગમે તેવાં આક્રમણ કર્યો જતો હશે અને કેઈની ગરદન ઉપર હથિયાર ચલાવતાં તેને હાથ જરા પણ પાછા પડતા નહિ હોય. આવી પરિસ્થિતિ ચાલતી હશે એવામાં એકાએક તેને વિચાર આવ્યો હશે કે “મારો કઈ પ્રાણ લેવા આવે તે જેમ મને ભારે દુઃખ થાય છે તેમ જેનો પ્રાણ લેવાને હું પ્રવૃત્ત થાઉં છું તેને પણ એટલું જ ભારે દુઃખ કેમ નહિ થતું હોય ? જે મને ન ગમે તે તેને પણ કેમ ગમે ? અને જો આમ છે તે જેમ સામે માણસ મને જરા પણ ઈજા ન થાય એમ વર્તે એવી હું તેના તરફથી અપેક્ષા રાખું છું તે મુજબ તેને પણ મારાથી જરાએ ઈજા ન થાય એવી રીતે જ મારે તેની સાથે વર્તવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org